GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

વાંસદાના ખાનપુરનો સરવટ ફળીયા રોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રિસર્ફેસિંગ કામગીરી શરૂ..

વાત્સલ્યમ સમાચાર

વાંસદા ડાંગ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ નવસારીની પેટા વિભાગીય કચેરી વાંસદા દ્વારા રાજ્ય સરકારની રસ્તાના રિસર્ફેસિંગ તથા નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં એમ.એમ.જી.એસ.વાય. ૧૦ વર્ષ રીસરફેસીંગ (પી.એમ.જી.એસ.વાય) વર્ષ: ૨૦૨૪-૨૫ યોજના હેઠળ ખાનપુર સરવંટ ફળિયા રોડ કુલ ૧.૨૫ કિમી રસ્તાના રિસર્ફેસિંગ માટે કુલ રકમ ૭૫.૬૦ લાખ મંજુર થયેલ છે. ગ્રામજનોની લાંબા સમયની માંગણી અને ગામના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને રસ્તા ના રિસરફેસિગ ની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રોડ તમામ ઋતુઓમાં ઉપયોગમાં લઈ શકાય તેવો અને મજબૂત બનશે. આ રોડ ગામને મુખ્ય ધોરી માર્ગ તાલુકા મથક સાથે વધુ સરળતાથી જોડશે. ખેડૂતો માટે તેમના પાકને બજાર સુધી પહોંચાડવાનું સરળ બનશે, જેનાથી આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થશે. વિદ્યાર્થીઓ અને દર્દીઓને શાળાઓ અને હોસ્પિટલો સુધી પહોંચવામાં ઓછો સમય લાગશે.

Back to top button
error: Content is protected !!