ARAVALLIBAYADGUJARATMODASA

સાઠબા તાલુકાની સરકારી કચેરીઓ સત્વરે ચાલુ કરો: કોંગ્રેસની સિંચાઈ, સીએચસી,ફોરલેન રોડ સહિતની માંગ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

સાઠબા તાલુકાની સરકારી કચેરીઓ સત્વરે ચાલુ કરો: કોંગ્રેસની સિંચાઈ, સીએચસી,ફોરલેન રોડ સહિતની માંગ

સાઠબા તાલુકાની રચના થયાને સાત મહિનાથી વધુ સમય વીતી જવા છતાં પ્રજાની પાયાની સુવિધાઓ અને વહીવટી પ્રશ્નો ઠેરના ઠેર હોવાના આક્ષેપ સાથે આજે સાઠબા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.કોંગ્રેસે જણાવ્યું કે જો ટૂંક સમયમાં જનતાના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો સમગ્ર તાલુકામાં ઉગ્ર જન આંદોલન છેડવામાં આવશે

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અરૂણભાઇ પટેલે જણાવ્યું કે સાત મહિના પછી પણ તાલુકા મથકે જરૂરી સરકારી કચેરીઓ પૂર્ણપણે શરૂ ન થતા લોકોને આજે પણ નાના કામો માટે અન્ય તાલુકા કે જિલ્લા મથકે ધક્કા ખાવા પડે છે. લોક અને સુજલામ-સુફલામ જેવી યોજનાઓ છતાં 50 ટકા ખેડૂતો હજુ પણ સિંચાઈના પાણીથી વંચિત છે, જે તંત્રની મોટી નિષ્ફળતા છે. ત્તાલુકા મથકે આરોગ્ય સેવાઓ માટે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહની શાળા મંજૂર કરવાની માંગ કરવામાં આવી હતી.

બાયડ-સાઠબા-લુણાવાડા માર્ગ પર ક્વોરી ઉદ્યોગના ભારે વાહનોને કારણે સર્જાતા જીવલેણ અકસ્માતો અટકાવવા આ માર્ગને તાત્કાલિક ‘ફોરલેન’ બનાવવાની માંગણી કરાઈ હતી. મોંઘવારીના મુદ્દે ગેસ સિલિન્ડરમાં કરવામાં આવેલો અસહ્ય ભાવવધારો સામાન્ય જનતાની કમર તોડી રહ્યો છે, જે તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ. આવેદનપત્રના અંતે ચેતવણી આપવામાં આવી હતી કે જો આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો સાઠબા તાલુકા કોંગ્રેસ સમિતિ લોકશાહી ઢબે રસ્તા પર ઉતરીને ઉગ્ર દેખાવો કરશે, જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ અરૂણભાઇ પટેલ, વિધાનસભા પ્રભારી કમલભાઇ પટેલ,માનવેન્દ્રસિંહ સોલંકી, પપ્પુ બાપુ, મોહનસિંહ સોલંકી, સંજયસિંહ, દાસભાઈ, ભરતભાઈ ભરવાડ સહિત ના આગેવાનો જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!