સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત સંસ્થાને લગ્ન નિમિત્તે દાન અર્પણ કરી પ્રેરણાદાઈ કાર્ય કરતા પ્રજાપતિ સમાજ…
સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત સંસ્થાને લગ્ન નિમિત્તે દાન અર્પણ કરી પ્રેરણાદાઈ કાર્ય કરતા પ્રજાપતિ સમાજ...

સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત સંસ્થાને લગ્ન નિમિત્તે દાન અર્પણ કરી પ્રેરણાદાઈ કાર્ય કરતા પ્રજાપતિ સમાજ…
વાવ-થરાદ જિલ્લાના રાહ તાલુકાના થરા ના પ્રજાપતિ જગદીશભાઈ ધરમાજી (પૂર્વ ડેલિકેટ) એ તેમના દીકરા ચિ.ડૉ. યોગેશ (BHMS) તેમજ પુત્રવધુ ચિ.દિવ્યા (Bsc, B.ed) ના લગ્ન પ્રસંગે એક ઉત્તમ સેવાભાવનો દાખલો પુરો પાડયો છે. પૂર્વસાંસદ સભ્ય દિનેશભાઈ અનાવડીયા,સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના પ્રમુખ અનિલ પ્રજાપતિ,સંયોજક વીરચંદભાઈ પ્રજાપતિ,સહસંયોજક લાલજીભાઈ પ્રજાપતિ,બ.કાં. જિલ્લા પ્રમુખ વિનોદભાઈ પ્રજાપતિ રાહ તાલુકાના થરા ખાતે લગ્ન પ્રસંગે પધારતા પરિવારે દરેકનું સન્માન કર્યું હતું. ત્યારે અનિલ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉદારતાથી ગાંધીનગરના શેરથા- અડાલજ પાસે ૭૫ વર્ષની આઝાદી પછી સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત સંસ્થાને ૧૮ હજાર વાર જમીન સામાજિક અને શૈક્ષણિક હેતુ માટે પૂર્વ સાંસદ સભ્ય દિનેશભાઈ અનાવાડિયા (પ્રજાપતિ)ના સહકારથી જમીન મળેલ છે જે જમીનની કિંમત આશરે પંચાવન કરોડ જેટલી થાય છે.પરંતુ સરકારે સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતને ફક્ત નવ કરોડ રૂપિયા માં આપેલ છે.આ સંસ્થાને સમાજ ના આર્થિક સહયોગની ખૂબ જ જરૂરીયાત છે.સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત સંસ્થાને ઉદાર હાથે દાન આપી- અપાવી સમાજની આવનારી પેઢીના ઉજજવળ ભવિષ્યના નિર્માણ માટે ચોક્કસ મદદરૂપ માટે આશા અને અપેક્ષા સાથે છે. અનિલભાઈની વાત સાંભળી પ્રજાપતિ હરિયાબેન જગદીશભાઈ પરિવાર દ્વારા પુત્રના લગ્ન પ્રસંગે સંસ્થાને એકવાન હજાર રૂપિયાનું અનુદાન દ્વારા સંસ્થામાં સહભાગી થતા તાળીઓના ગડગડાટ થી વાતારણ ગુંજી ઉઠ્યું હતું. સંયોજક વીરચંદભાઈ પ્રજાપતિ એ દરેકનો આભાર માન્યો હતો.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530




