બાલારામ નદી સફાઈ ના અભાવે ગંદકીથી ગંધાય ઊઠી ઉનાળામાં પણ પ્રવાસીઓ સ્નાન કરવામાં માટે કચવાટ

22 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
બાલારામ નદી સફાઈ ના અભાવે ગંદકીથી ગંધાય ઊઠી ઉનાળામાં પણ પ્રવાસીઓ સ્નાન કરવામાં માટે કચવાટ પાલનપુર થી 16 કિલોમીટર અંતર આવેલા બાલારામ એવા શિવધામ પાસે લાખો રૂપિયા ખર્ચી વર્ષો પહેલા સ્નાનઘાટ બનાવવામાં આવેલો છે અહીં તંત્ર તરફથી આ નદીમાં પાણી સંગ્રહ કરવામાં પણ આવેલો છે જોકે અણ ધણ આયોજનને લઈને પાણીનો યોગ નિકાલ ન કરાતા આ નદીમાં લીલ અન્ય પ્લાસ્ટિક કચરો તેમજ ભૂંડ નદીમાં ફરી રહ્યા છે આ ગંદકીના માહોલ વચ્ચે હાલ કાળજાળ ગરમી મા પ્રવાસીઓ નદીમાં સ્નાન કરવાનું ટાળી દે છે જેને લઈને આ બંધ પાણીને સફાઈ અભિયાન છેડી નદીની સફાઈ થાય તેવું અહીં આવતા દર્શનાર્થીઓનીઓ ની માંગ ઉઠવા પામી છે
બાલારામ જે ગુજરાતનું મીની કાશ્મીર તરીકે લોકો ઉપમા આપી રહ્યા છે એક જમાનામાં આ બાલારામ માં મંદિર પાસે ઉનાળાની ગરમીમાં પાણી સ્ટોર કરી પ્રવાસીઓ માટે સ્નાન કરવાની સ્થાનિક સંચાલક દ્વારા સગવડ કરવા આવતી હતી પાલનપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના તેમજ અન્ય જિલ્લાઓમાંથી દર્શના કરવા આવતા ભાવિકો તેમજ પ્રવાસીઓ અહીં સ્નાન કરવાની મજા લેતા જોકે વર્ષો બાદ સરકાર દ્વારા આ મંદિર પાસે સ્નાનઘાટ બનાવવામાં આવ્યો હતો આ ઉપરાંત બાલારામથી એક કિલોમીટર અંતરે મીની ચેક ડેમ બનાવવામાં આવેલો છે અહીં અન્ય જ કુદરતી ઝરણા તેમજ ચોમાસાનું પાણી આ ચેક ડેમમાં સંગ્રહ કરતા આ પાણીનું વહેણ યોગ્ય વ્યવસ્થા ન રાખતા અહીં બાલારામ મંદિર આસપાસ નદીના વેણ માં લીલ તેમજ પ્રવાસીઓ નાખેલો વિવિધ ગંદકીનો પ્લાસ્ટિક કચરો આ પ્રવાહમાં અટકી જતા ગંદકીનું માહોલ જોવા મળી રહ્યું છે જો કે તંત્ર દ્વારા એક મીની ઘાટનું આયોજન કરી પ્રવાસીઓ માટે સગવડ વધારવામાં આવે તો આ ઉનાળામાં વોટરપાર્ક માં જતા પરિવારો જે બાલારામમાં સ્નાન મજા સાથે દર્શનનો પણ લાભ લઈ શકે તેવું પ્રવાસીઓ તેમજ શિવ ભક્તો ઇછી રહ્યા છે. તસ્વીર-એહેવાલ દીપકભાઈ રાવલ






