જામનગરમાં ઇસ્કોન દ્વારા શનિવારે સાંજે રથયાત્રા

*છોટીકાશી ના ઉપનામ થી પ્રચલિત જામનગર શહેરમાં ઇસ્કોન દ્વારા ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાઈ*
*કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ- ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સહિતના અગ્રણીઓએ રથ ખેંચીને પ્રસ્થાન કરાવ્યું*
જામનગર 



જામનગર શહેરમાં ઇસ્કોન દ્વારા ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાય હતી. જામનગરના સાત રસ્તા પાસેથી રથયાત્રાનો પ્રારંભ કરાવાયો હતો, અને જામનગર શહેર જિલ્લાના મહાનુભાવો- અગ્રણીઓ સંતો- મહંતો વગેરેએ રથ ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મૂંગરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા ભાજપના દિલીપભાઈ ભોજાણી, દિલીપસિંહ ચુડાસમા સહિતના આગ્રણીઓ જોડાયા હતા, અને રથ ખેંચીને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
જે રથયાત્રા નગર ભ્રમણ કર્યા પછી વિરામ પામી હતી, અને મહા આરતી તેમજ મહાપ્રસાદ સહિત ના કાર્યક્રમો યોજાયા હતા.(તસવીર ભરત ભોગાયતા-8758659878)





