
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામા ભરૂચ જિલ્લા પંચાયતની 15 માં નાણાપંચ 10% ની યોજનામાંથી વાલિયા જિલ્લા પંચાયતના સભ્ય અને ડહેલી જિલ્લા પંચાયતના સભ્યની ગ્રાન્ટમાંથી વાલિયા, વટારીયા, કોંઢ, ઘોડા, પણસોલી, હોલાકોતર, મોખડી, દેસાડ, ડહેલી ગામમાં 3500 લીટરની ક્ષમતાવાળું પીવાના પાણીના ટેન્કર મંજુર કરવામાં આવ્યા જેનું લોકાર્પણ ઝગડીયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.



