નવસારી એ.આર.ટી.ઓ.કચેરી દ્વારા સિલ્વર, ગોલ્ડન તેમજ અન્ય નંબરની ફાળવણી માટે ઓનલાઇન E-AUCTION શરૂ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૨૭: સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી, ને.હા.નં-૮, ગણેશ સીસોદ્રા, દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે આગામી તા.૦૨/૦૭/૨૦૨૫ થી Motor Cycle (ટુ-વ્હીલર) વાહનો માટે સિલ્વર, ગોલ્ડન તેમજ અન્ય નંબરની ફાળવણી માટે ઓનલાઇન E-AUCTION શરૂ કરવામાં આવનાર છે. Motor Cycle (ટુ-વ્હીલર) નાં નંબર માટેની નવી સીરીઝ GJ21-DG-0001 થી GJ21-DG-9999 (ટુ-વ્હીલર)) E-AUCTION માટે શરૂ કરવામાં આવનાર છે. તો ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમનાં વાહનનું રજીસ્ટ્રેશન કરાવી આગામી તા.૦૨/૦૭/૨૦૨૫ થી તા. ૦૪/૦૭/૨૦૨૫ સુધી ઓનલાઇન http://parivahan.gov.in પર પસંદગીના નંબરની ઓનલાઇન ફી ભરપાઈ કરવાની રહેશે.
વધુમાં તા.૦૨/૦૭/૨૦૨૫ થી તા. ૦૪/૦૭/૨૦૨૫ સુધીનાં રોજ E-AUCTION ONLINE માટે ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાનાં રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે. તા. ૦૪/૦૭/૨૦૨૫ થી ૦૬/૦૭/૨૦૨૫ નાં રોજ E-AUCTION નું Bidding કરવાનું રહેશે.તથા તા. ૦૭/૦૭/૨૦૨૫ નાં રોજ ફોર્મ અત્રેની કચેરીએ જમા કરાવવાનાં રહેશે.
ફેન્સી નંબર મેળવવા ઇચ્છુક અરજદારોએ ઉપર દર્શાવેલ વેબસાઇટ ઉપર જઈને સી.એન.એ. ફોર્મ વાહન ખરીદીનાં સાત (૭) દિવસમાં અચુક ઓનલાઈન ભરી દેવાનું રહેશે. તથા વાહનનાં સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસનાં અંદરના જ અરજદારોએ હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકાશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી, ને.હા.નં-૮, ગણેશ સીસોદ્રા, દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.




