DEVBHOOMI DWARKAKHAMBHALIYA

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બાળ કલ્યાણ સમિતિની સમિક્ષા બેઠક યોજાઈ

માહિતી બ્યુરો, દેવભુમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર જી.ટી પંડ્યાના અધ્યક્ષસ્થાને બાળ કલ્યાણ સમિતિની બેઠક જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જુવેનાઈલ જસ્ટીસ એક્ટની જોગવાઈઓ અનુસાર બાળ કલ્યાણ સમિતીની કામગીરી, કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતાં બાળકોના ચિલ્ડ્રન હોમ ફોર બોય્સમાં પ્રવેશ, પુન:સ્થાપિત કરાયેલા બાળકોની સંભાળની માહિતી મેળવીને સમિક્ષા કરવામાં આવી હતી તેમજ જુવેનાઈલ જસ્ટીસ એક્ટના સુચારૂ અમલીકરણ માટે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન શ્રી ચંદ્રશેખરભાઈ બુધભટ્ટી તેમજ અન્ય સભ્યશ્રીઓ અને સંબંધિત અધિકારીશ્રીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!