GUJARATSAYLA

સાયલાના સાપર ગામે કોંગ્રેસની ન્યાય યાત્રા પહોંચતા હર્ષભેર સ્વાગત કરાયું.

કોંગ્રેસની ન્યાય યાત્રામાં ધારાસભ્ય, કોંગ્રેસના કાર્યકરો, ખેડૂતો, સરપંચો તથા આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા.

સાયલાના સાપર થી રવાના થઈ ડોળીયા ગામે સવારે ધ્વજવંદન કરવામાં આવશે.

મોરબી થી નીકળેલી કોંગ્રેસની ન્યાય યાત્રા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશ કરી ચૂકી હતી ત્યારે સાયલા તાલુકાના સાપર ગામે પહોંચતા સામૈયા તથા ફુલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ અને મોરબી જિલ્લાના દુર્ઘટના સર્જાઈ તેમજ ખનીજમાં દટાયેલા શ્રમિકોના પરિવારજનોને ન્યાય મળે તેના અનુસંધાને મોરબી થી ગાંધીનગર સુધીની ન્યાય યાત્રા કાઢવામાં આવી છે. આ ન્યાય યાત્રા વંદે માતરમ ના નારા સાથે 9 ઓગસ્ટ થી પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ 300 કિમી નો પ્રવાસ ખેડીને મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, તેમજ ગાંધીનગર એમ કુલ પાંચ જિલ્લામાંથી પસાર થશે. અગ્નિકાંડ, હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ, તક્ષશિલા કાંડ જેવી બીજી વાર દુર્ઘટના ન બને અને પીળી પરિવારનો ને ન્યાય મળે તે માટે ન્યાય યાત્રા યોજવામાં આવી છે. આજે ન્યાય યાત્રા સાપર ગામેથી રવાના થઈ ડોળીયા ગામે રાત્રી રોકાણ કરી સવારમાં ધ્વજ વંદન કરવામાં આવશે. જેમાં ન્યાય યાત્રામાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, લાલજીભાઈ દેસાઈ, નૌશાદભાઈ સોલંકી,ઋત્વિક ભાઈ મકવાણા,પાલભાઈ આંબલીયા, ચેતનભાઇ ખાચર, રામકુભાઇ કરપડા, કોંગ્રેસના કાર્યકરો, ખેડૂતો, પીડિત પરિવારો, આજુબાજુ ગામના સરપંચો સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!