સાબરડેરી કર્મચારી મડળી દ્વારા સસ્તાં સોલાર રૂફટોપની સ્કીમમાં સોલેરીયમ ગ્રીન એનર્જી કંપની દ્વારા કૌભાંડ આચરાયું.

સાબરડેરી કર્મચારી મડળી દ્વારા સસ્તાં સોલાર રૂફટોપની સ્કીમમાં સોલેરીયમ ગ્રીન એનર્જી કંપની દ્વારા કૌભાંડ આચરાયું.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સહિયારી સહકારી સંસ્થા જે જિલ્લાના લાખો સભાસદોની જીવાદોરી છે. તેની અંદર કામ કરતાને ડેરીને માટે તનતોડ મહેનત કરી તેને દેશની અગ્રીમ ડેરી બનાવનાર સભાસદોની સાબરડેરી કર્મચારી મડળી ના કર્તા હર્તાઓ દ્વારા તા. ૨૪ /૦૭ /૨૦૨૪ ના રોજ સસ્તાં ભાવે ઘર ઉપર સોલાર રૂફટોપ સિસ્ટમ જે પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત લગાવવાની જાહેરાત કરવામાં આવી. જે અંતર્ગત મંડળી એ વિવિધ વિક્રેતા પાસેથી સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે શરતો નક્કી કરી મંડળી ના સભાસદો તથા તેમના આડોશી પાડોશી, સગા વ્હાલા માટે પણ સ્કીમ જાહેર કરી હતી. અને જે કંપનીને કામ આપ્યું તેની સાથે શરતો નક્કી કરી સાબરડેરી કર્મચારી મંડળી દ્વારા સભાસદ જોગ નોટિસ જાહેર કરવામાં આવી હતી. જે કેપની ને કામ સોંપ્યું તે કંપની નું નામ SOLARIUM GREEN ENERGY(સોલેરીયમ ગ્રીન એનર્જી) છે. તેને જે ભાવે કામ મેળવ્યું તે ભાવે સરકારશ્રી ની ધારાધોરણ પ્રમાણે કામ શક્ય નહતું પણ એને કેમ પ્રકારે કંપનીને કામ સોંપી કામશરૂ કર્યું હતું. જેમાં ૫૦૦ થી ૬૦૦ પ્લાન્ટ પીએમ સૂર્ય ઘર યોજનામાં નોંધાયા છે. કામની શરતો પ્રમાણે સોલર પેનલ WAAREE-DCR અથવા ADANI-DCR પેનલ નાખવી તેવી શરત હતી. જે અંતર્ગત સોલેરીયમ કંપનીએ WAAREE બ્રાન્ડની ૫૪૫ વોટની પેનલો NON-DCR લગાવી છે. જે સરકારશ્રી ની શરત પ્રમાણે DCR પેનલ નહતી. જેની જાણ સભાસદો દ્વારા આડકતરી રીતે WAAREE ની નજીક ફેન્ચાઈઝીસને જાણ થતાં તેમણે સભાસદોના ઘરે-ઘરે જઈ તપાસ કરતા સોલેરીયમ કંપનીએ ૫૪૫ વોટની NON-DCR પેનલ લગાવી હતી. કંપનીનું પોલ પકડાતા, બદલવા ૫૪૦ DCR પણ પેનલ સભાસદ ને ત્યાં ઊતારેલ છે. જે સભાસદો ના ઘરે પકડાયેલ છે અને ત્યાં એકજ ઘેર બે- બે સેટ પેનલો ઉતારેલ છે. કંપની એ NON-DCR પેનલો અંદાજે ૧૦૦ પ્લાન્ટમાં લગાવેલ છે અને સભાસદ મડળી સરકારીની આંખમાં ધૂળ નાખવાનું કામ કરેલ છે. સોલેરીયમ કંપનીનું આમ કરવા પાછળનું કારણ DCR અને NON-DCR પેનલના ભાવમાં રહેલ તફાવત છે.આ સિવાય પણ કંપનીએ સભાસદોના ઘરે શરતો પ્રમાણે કામ નથી કર્યું. જે સતાવરોએ જાતે તપાસ કરવાની જરૂર છે. આ સ્કિમમાં મડળીના ૨ થી ૩ લેભાગુ તત્વો પણ સામેલ હોવાની વાત ચર્ચાય છે. તો આ સ્કીમ તત્કાળ બંધ કરી કંપની ને ભારે દંડ કરી સભાસદોને સરકારીના ધારાધોરણ દ્વારા સારી સિસ્ટમ મળે એવું કર્તા હર્તાઓએ વિચારવું જોઈએ.
અહેવાલ:- પ્રતિક ભોઈ


