અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ : વાણિયાવાડ પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા, રસ્તાનું ગરનાળુ બંધ કરી દેતા પાણી ભરાયા હોવાના આક્ષેપો
અરવલ્લી જિલ્લાની અંદર વરસાદે હાહાકાર મચાવ્યો હતો ત્યારે બે દિવસ પહેલા વરસેલા વરસાદના કારણે ક્યાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા તેની ઘટનાઓ સામી આવી હતી ત્યારે ફરી એકવાર શાળામાં પાણી ભરાયા હોવાના હાલ દ્રશ્યો સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થયા છે
મળતી માહિતી મુજબ મેઘરજ ની વાણીયાવાડા પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્ય સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થયા હતા જેના કારણે પાણી ભરાતા શાળાના બાળકોને હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો હતો. મળતી માહિતી મુજબ શાળા આગળ ઘરનારો બંધ કરવાથી આ પાણી ભરાયા હોવાના હાલ તો ગ્રામજનો દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે બીજી તરફ પાણી ભરાતા શાળાના બાળકો તથા રહીશું ને પારાવાળા હાલાકી નો સામનો કરવાનો વારો આવે છે પાણી ભરાતા મચ્છરજન્ય રૂપ ફાટી નીકળે તો નવાઈ નહીં ત્યારે આ બાબતે તંત્રની ઘટતું કરવા વાલીઓ તેમજ રહીશોની અરજ છે