મહીસાગર જિલ્લામાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાશે
મહીસાગર જિલ્લામાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાશે
*****
રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર
સમગ્ર રાજ્ય સહિત મહીસાગર જિલ્લામાં તા.૨૬ થી તા.૨૮ જૂન, ૨૦૨૫ (ગુરુવાર થી શનિવાર) દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-૨૦૨૫ યોજાશે. જે અંતર્ગત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-૨૦૨૫ના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજય કક્ષાની બ્રિફિંગ બેઠકમાં મહીસાગર ઈન્ચાર્જ કલેકટર યુવરાજ સિદ્ધાર્થ અને પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સહિત મહીસાગર જિલ્લાના અને રાજયભરના અધિકારીઓ ઓનલાઇન જોડાયા હતા.
મુખ્યમંત્રીએ વિકસિત ગુજરાત માટે શિક્ષણનું મહત્વ અને શિક્ષણ ક્ષેત્રે લાવવાના સકારાત્મક પરિવર્તન સહિતની બાબતોને આવરી લઇ પ્રેરક ઉદ્દબોધન કર્યુ હતુ. શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાકીય સહાય અને શિક્ષણ વિભાગની નેમ અને લક્ષ્યાંક અને ભાવિ આયોજનનો ચિત્તાર રજૂ કર્યો હતો.
આ ઉપરાંત લુણાવાડા ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહીસાગર જિલ્લાના શાળા પ્રવેશોત્સવના આયોજન વિગત જણાવી હતી.
લુણાવાડા જિલ્લા કલેકટર કચેરી સભાખંડ ખાતે નિવાસી અધિક કલેકટર સી વી લટા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર, જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રાંત અધિકારીઓ સહિત સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.