DAHODGUJARATSINGVAD

સિંગવડ તાલુકા ખાતે આવેલ વિવિધ શાળાઓ ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો

તા.૨૭.૦૬.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sigvad::દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા ખાતે આવેલ વિવિધ શાળાઓ ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો

કલેક્ટર યોગેશ નિરગુડેએ ચોકલેટ, શૈક્ષિણક કીટ અને સ્કૂલ બેગ આપીને નાનકડાં ભૂલકાઓનો રંગેચંગે કરાવ્યો શાળા પ્રવેશ

બાળકોને સમયસર અને દરરોજ શાળાએ મોકલવાની પ્રાથમિક જવાબદારી માતાપિતાની છે, શાળાનો તમામ ખર્ચ સહિત અભ્યાસને લગતી સુવિધાઓ પૂરી પાડવાનું કાર્ય સરકાર કરી રહી છે.-કલેક્ટર યોગેશ નિરગુડે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ ના બીજા દિવસે ‘શાળા પ્રવેશોત્સવને બનાવીએ સમાજોત્સવ’ ધ્યેય સાથે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ વિવિધ શાળાઓમાં કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ બાળકોનું શાળામાં નામાંકન કરાવ્યું હતું.શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે સિંગવડ તાલુકામાં આવેલ પી.એમ. ચુંદડી પ્રાથમિક શાળા તેમજ વાલગોટા પ્રાથમિક શાળા ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેએ ઉપસ્થિત રહીને ભૂલકાંઓને ચોકલેટ, શૈક્ષણિક કીટ અને બેગ આપીને શાળામાં આવકારી, બાળકોનું શાળામાં નામાંકન કરાવીને તેમની શિક્ષણ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. કલેક્ટર યોગેશ નિરગુડેએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, બાળકોને સમયસર અને દરરોજ શાળાએ મોકલવાની પ્રાથમિક જવાબદારી માતાપિતાની છે, શાળાનો તમામ ખર્ચ સહિત અભ્યાસને લગતી સુવિધાઓ પૂરી પાડવાનું કાર્ય સરકાર કરી રહી છે. તેમણે નવનામાંકિત બાળકો અને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળા પ્રાંગણમાં કલેક્ટર યોગેશ નિરગુડે સહિત ઉપસ્થિત અન્ય મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તમામ શાળામાં પ્રવેશોત્સવના કાર્યક્રમ બાદ કલેક્ટર યોગેશ નિરગુડેએ શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં શાળાના ઉત્થાન અને જરૂરિયાત સહિત અનેક વિષયો પર સાર્થક ચર્ચા સાથે સમિતિના સભ્યોના સૂચનોની નોંધ લેવામાં આવી હતી. આ કાર્યકમમાં શાળાના આચાર્યઓ , શિક્ષકગણ, ગામના સરપંચ સહિતના પદાધિકારીઓ, વાલીઓ, આંગણવાડી બહેનો, શિક્ષકગણ, ગામના આગેવાનો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો તેમજ નાનકડાં ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!