શહેરા તાલુકાની ટાંડી મુવાડા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો

પંચમહાલ શહેરા:
નિલેશભાઈ દરજી શહેરા
રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત શહેરા તાલુકાની ટાંડી મુવાડા પ્રાથમિક શાળામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે તાલુકા પ્રમુખ પુંજીબેન ચારણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમમાં બાલવાટિકાના 22 તથા આંગણવાડીના 4 બાળકોને કુંકું તિલક કરી શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ અપાયો. સાથે જ તાડવા ગામના સરપંચ ટપુભાઈ ગઢવી, લાયઝન અધિકારી રમેશભાઈ પરમાર, પંચાયત સભ્ય સંજયકુમાર ચૌહાણ, તથા SMC અધ્યક્ષ નરેન્દ્રભાઈ સહિત ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા.
આચાર્ય અમિતકુમાર શર્માએ શાળાની પ્રવૃત્તિઓ અને સરકારી યોજનાઓની માહિતી આપી વાલીઓને બાળકોને નિયમિત શાળાએ મોકલવા પ્રેરણા આપી. ત્યારબાદ તાલુકા પ્રમુખશ્રીએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને માર્ગદર્શન આપી શિક્ષણથી સમૃદ્ધિ તરફ આગળ વધવા માટે ઉદ્દબોધન આપ્યું.
વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમ અંતર્ગત ધોરણ 3થી 8ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. સાથે જ CET પરીક્ષામાં પ્રોવિઝનલ મેરિટમાં સ્થાન પામનાર શર્મા ધૈર્ય અને પટેલ ક્રિષ્નાકુમારને શિક્ષક 
શાળાની અદ્યતન કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ રૂમ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારી અંગે માહિતી આપી મહેમાનોએ બાળકો સાથે સાંકળકાર વાતચીત કરી. શાળાની પરિસર મુલાકાત બાદ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો અને “એક પેડ મા એક નામ” અભિયાન હેઠળ વાલીઓને વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો.






