
વિજાપુર કુમાર શાળા પ્રાથમિક શાળઓમાં મચ્છર જન્ય રોગો અન્ય ઉદભવ થતા રોગો વિશે માર્ગદર્શન અપાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા ની કુમાર શાળા ગ્રામ્ય મણિપુરા પ્રાથમિક શાળા.જંત્રાલ પ્રાથમિક શાળા.અને દગાવાડીયા પ્રાથમિક શાળામાં જિલ્લા મેલેરિયા શાખા ની સૂચના મુજબ તાલુકા આરોગ્ય અધિકારી ચેતન પ્રજાપતિ ના માર્ગદર્શન પ્રમાણે મચછરજન્ય રોગો મેલેરિયા અને માખીજન્ય રોગો અને તેના શોધક રોનાલ્ડ રોસ દ્વારા કરેલ સંશોધન વિશે માહિતી આપતા જણાવ્યું હતુકે મેલેરિયા માદા એનોફિલીસ મચ્છર કરડવાથી થાય છે તેની શોધ રોનાલ્ડ રોસ નામના વ્યક્તિ કરી હતી.મેલેરિયા અંગે સંશોધન થયેલ છે જોકે હાલમાં માખી જન્ય રોગ ચાંદીપુરમ જેવા રોગની ઉત્પતિ ઉપર સરકાર સંશોધન કરી રહી છે. હાલમાં શાળામાં બાળકોને મચ્છર જન્ય મેલેરિયા રોગ વિશે અને અન્ય રોગો સામે રક્ષણ માટે શાળાઓ મા ભણતા બાળકોને ટીવી સ્ક્રીન માધ્યમ થી માર્ગદર્શન તાલુકા આરોગ્ય વિભાગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાડોલ દ્વારા આપવા મા આવ્યું હતુ .તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણ દ્વારા બાળકો ને મચ્છર ના જીવન ચક્ર ની સમજ આપવામાં આવી હતી.





