
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૩૧/૦૮/૨૦૨૪
ભરૂચ જિલ્લામાં સુચારું વાહન વ્યવહાર માટે ટ્રેક્ટર અને જેસીબી અને અન્ય સાઘનસામગ્રીની મદદથી મેટલ પાથરી પેચવર્ક કરી રોડ રીપેર કરવામાં આવી રહ્યો છે. જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક માર્ગો ધોવાઈ ગયા છે. ત્યારે અવરજવર માટે લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તેવા હેતુથી વરસાદ બંધ થયા બાદ તરત જ જિલ્લા કલેક્ટરશ્રીની સૂચનાથી તમામ માર્ગો પર સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
વધુ વરસાદના કારણે નેત્રંગથી રાજપીપલાને જોડતા નેશનલ હાઈવે પર માર્ગના કિનારે ભૂવો પડ્યો હતો. જેને માર્ગ અને મકાન વિભાગ દ્નારા ગણતરીના કલાકોમાં રિપેર કરી પૂરર્વત કરવામાં આવ્યો હતો. હાલ રાજપારડી નેત્રંગને જોડતો અને શુક્લતિર્થ થી ભરૂચને જોડતા જેવા ઘણાં રસ્તાઓ રીપેર કરવામાં આવી રહ્યા આવ્યા છે. ત્યારે જિલ્લામાં વરસાદી પાણીના પગલે અનેક રોડ ધોવાઈ જતા અનેક જગ્યાએ રોડમાં ખાડા થઈ
ગયા હતા.


