કાંકરેજ તાલુકાના થરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અષાઢસ્ય પ્રથમદિને કાર્યક્રમ યોજાયો..
કાંકરેજ તાલુકાના થરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અષાઢસ્ય પ્રથમદિને કાર્યક્રમ યોજાયો..

કાંકરેજ તાલુકાના થરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અષાઢસ્ય પ્રથમદિને કાર્યક્રમ યોજાયો..
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા મા આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં તા.૨૬/૦૬/૨૫ ના રોજ કૉલેજના સંસ્કૃત વિભાગ દ્વારા અષાઢસ્ય પ્રથમદિને કાર્યક્રમનું કૉલેજના પ્રિ.ડો.દિનેશકુમાર એસ.ચારણના માર્ગદર્શ હેઠળ કરવામાં આવ્યું હતું.બી.એ.સેમ.-૧ ની વિધાર્થિ ની પૂર્વા જોશી,મીના ઠાકોરે સરસ્વતી વંદના કરી હતી. કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને થી વ્યાખ્યાન આપતા પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે ગુજરાતી લોક સાહિત્યમાં કવિઓએ અષાઢ મહિનાનું આકર્ષક વર્ણન કર્યું છે તથા માનવ જીવનમાં અષાઢ માસની શું અસર પડે છે તેની વિસ્તૃત માહિતી આપી કાલિદાસ ના કાવ્યમાં નિરૂપિત પ્રકૃતિ વર્ણન ની પ્રશંસા કરી હતી.સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ.આર. આર.રોહિતે મેઘદૂત કાવ્યની વિશેષતાની વાત કરી હતી.આ પ્રસંગે કોલેજના વિધાર્થી ભાઈઓ-બહેનો વિશાળ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઑફિસર ડો.રામ સોલંકીએ કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530