GUJARATJUNAGADHKESHOD

બાંટવામાં સ્વચ્છતા હિ સેવા ૨૦૨૫માં સહભાગી થયેલ શાળાઓ, શ્રેષ્ઠ સફાઈ કરનાર કર્મચારીઓનું સન્માન કરાયુ

બાંટવામાં સ્વચ્છતા હિ સેવા ૨૦૨૫માં સહભાગી થયેલ શાળાઓ, શ્રેષ્ઠ સફાઈ કરનાર કર્મચારીઓનું સન્માન કરાયુ

સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫ કાર્યક્રમ અંતર્ગત બાંટવા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા ૨૦૨૫ કેમ્પેઇનમા જુદી જુદી પ્રવ્રુતિઓ જેમ કે, સ્વચ્છતા રેલી, સાંસ્ક્રુતિક પ્રોગ્રામ, રંગોળી / ચિત્ર સ્પર્ધા, યોગા શિબિર, વોલ પેઇન્ટીંગ, હ્યુમન ચેઇન, વેસ્ટ ટુ આર્ટ, સ્વચ્છતા સંવાદ સહિતની યોજાઈ હતી. આ અભિયાન અન્વયે સહભાગી થયેલ તમામ શાળાઓ તથા બ્રાન્ડ એમ્બેસેડર ડો.વી.જે.સુરેજા તથા શહેરી વિસ્તારમા સફાઇની શ્રેષ્ઠ કામગીરી કરનાર કુલ – ૫ સફાઇ કર્મચારીઓનું સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યુ હતુ.

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!