BANASKANTHAGUJARATKANKREJ

ડૉ. સી. વી. રામનની યાદમાં અક્ષરજ્ઞાન વિદ્યામંદિર થરા દ્વારા “સાયન્સ કાર્નિવલ-૨૦૨૫ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

ડૉ. સી. વી. રામનની યાદમાં અક્ષરજ્ઞાન વિદ્યામંદિર થરા દ્વારા "સાયન્સ કાર્નિવલ-૨૦૨૫ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

ડૉ. સી. વી. રામનની યાદમાં અક્ષરજ્ઞાન વિદ્યામંદિર થરા દ્વારા “સાયન્સ કાર્નિવલ-૨૦૨૫ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

કાંકરેજ તાલુકાના ઘેઘૂરવડના નામે વિખ્યાત તાણા ગામે અતિ પુરાણું ઐતિહાસિક શ્રી ચામુંડા માતાજી બિરાજમાન છે.આવી તાણાની પાવન ભૂમિમાં અક્ષરજ્ઞાન વિદ્યા મંદિરના પ્રમુખ પ્રજાપતિ પ્રકાશકુમાર અમરતભાઈ આચાર્ય સુરેશસિંહ વાઘેલા વિધાર્થીઓના ઘડતર સાથે અનેક સેવાકીય કાર્ય કરી રહ્યા છે.ભારતના મહાન વૈજ્ઞાનિક ડૉ. સી. વી. રામનની યાદમાં આજરોજ તા. ૧૮/૦૨/૨૦૨૫ ને મંગળવારના રોજ થરા સ્ટેટ મજવી એવમ થરા નગર પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલાના અધ્યક્ષ સાથને નગર પાલિકા પ્રમુખ અનિલભાઈ સોની,સી. આર. સી. કો.પ્રહલાદભાઈ જોષી,પંકજભાઈ,નિરંજનભાઈ ઠક્કર,જસુભાઈ દલાલ, જગદીશભાઈ સુથારની ઉપસ્થિતિમા નેશનલ સાયન્સ ડે અંતર્ગત “સાયન્સ કાર્નિવાલ ૨૦૨૫” વિજ્ઞાન પ્રદર્શન પૃથ્વીરાજસિંહ વાઘેલા વરદ હસ્તે રીબીન કાપી ખુલ્લું મુકવામાં આવ્યું હતું.ત્યારે શાળાની બાળાઓએ સ્વાગત ગીત તથા પ્રમુખ પ્રકાશભાઈ પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારામહેમાનોને આવકારી સુંદરકાંડ પુસ્તિકા આપી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. શાળા ની વિધાર્થીની યશી પટેલે સી.વી.રામનના જીવન ચરિત્રની વિસ્તૃત માહિતી આપી હતી. ઉપસ્થિત મહેમાનો તથા ૩૫૦ વધુ વિધાર્થીઓએ વિજ્ઞાન પ્રદર્શન નિહાળી કાર્યક્રમમા ભાગ લેનાર એકથી ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિધાર્થીઓને શાળા તરફથી બાળ નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન કુલદીપસિંહ ગોહિલે જયારે આભાર વિધિ કિરણભાઈ દેસાઈ એ કરી હતી.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!