BANASKANTHADEODARGUJARAT

દિયોદર વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળો યોજાયો ૬૦ થી વધુ શિક્ષણ પ્રત્યેની પ્રતિભા રજૂ કરી

દિયોદર વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળો યોજાયો ૬૦ થી વધુ શિક્ષણ પ્રત્યેની પ્રતિભા રજૂ કરી

 

પ્રતિનિધિ : દિયોદર :- કલ્પેશ બારોટ

 

•હાજર મહાનુભાવોએ બાળકો દ્વારા તૈયાર થયેલ પ્રોજેક્ટ નિહાળ્યા

 

દિયોદર ખાતે આવેલ વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલમાં વિજ્ઞાન દિવસ નિમિતે વિજ્ઞાન મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ વિજ્ઞાન મેળામાં વિધાર્થીઓએ શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિભા,સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક વિચારશક્તિ નું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું જેમાં સ્કૂલના સંચાલક દર્શનભાઈ ઠક્કર ના માર્ગદર્શન હેઠળ બાળકોએ વિવિધ થીમ આધારિત અંદાજિત ૬૦ થી વધુ પ્રોજેકટ તૈયાર કરી રજૂ કરવામાં આવ્યા હતા દરેક પ્રોજેકટ પાછળનો વૈજ્ઞાનિક સિદ્ધાંત બાળકોએ ખુબ સરળ ભાષાઓમાં સમજાવ્યો હતો જેને કારણે ઉપસ્થિત મહેમાનો અને વાલીઓ પ્રભાવિત થયા હતા આ પ્રસંગે બાળકોના વાલીઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી સ્કૂલ ની મુલાકાત લીધી હતી બાળકોની મહેનત ,પ્રસ્તુતિ અને આત્મવિશ્વાસ જોઈ વાલીઓ આનંદિત બન્યા હતા અને સ્કૂલના આ પ્રયાસને બિરદાવ્યો હતો વિજ્ઞાન મેળાના આયોજન થી બાળકોમાં વૈજ્ઞાનિક દુષ્ટિકોણ ,નવીનતા અને પ્રયોગાત્મક અભ્યાસ પ્રત્યે વધુ રસ જાગૃત થયો હતો સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં પૂર્ણ થયો અને બાળકોમાં વિશેષ ઉત્સાહ દેખાયો હતો

Back to top button
error: Content is protected !!