
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૧૯ જુલાઈ : વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે ભુજ તાલુકાના માધાપર ટ્રેનિંગ સેન્ટર ખાતે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિનોદભાઈ વરસાણીના અધ્યક્ષસ્થાને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં ગત વર્ષમાં પરિવાર નિયોજન કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલા આરોગ્ય કાર્યકર (એફ.એચ.ડબલ્યુ.) અને આશા બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ વસ્તી વધારાના કારણે દેશ, પરિવારોને થતા નુકશાન અંગે પોતાના વિચારો વ્યક્ત કરીને “વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતિની શાન” એ સૂત્રને સાકાર બનાવવા અનુરોધ કર્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.આર.આર ફુલમાલીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સેમિનારમાં કચ્છ જિલ્લાના ઈ.એમ.ઓ.શ્રી તથા ઈ.ચા. ભુજ તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કેશવકુમારે પરિવાર નિયોજન વિશેના સચોટ માર્ગદર્શન સાથે વિસ્તૃત માહિતી આપી હતી.આ પ્રસંગે જિલ્લા માહિતી, શિક્ષણ પ્રસાર અધિકારી (DIECO)શ્રી વિનોદભાઈ તથા DSBCC શ્રી સમા ઈસ્માઈલે સામાજિક વ્યવહાર પરિવર્તન તેમજ વસ્તી નિયંત્રણ માટેની યોજનાઓ તથા તેના લાભો વિશેની માહિતી તથા માર્ગદર્શન દ્વારા સૌને માહિતગાર કર્યા હતા. આ સેમિનારમાં ડૉ. એસ. કે. સિંઘે વસ્તી નિયંત્રણમાં ‘સેફ-અનસેફ’ના ગાળા વિશેની સમજણ ખૂબ સારી રીતે આપી હતી તથા ભુજ અર્બનના ફિમેલ હેલ્થ સુપરવાઈઝરશ્રી કુંજલબેને આરોગ્ય કર્મચારીઓને ખંત, નિષ્ઠાથી કામગીરી કરવા અને વિશ્વ વસ્તી નિયંત્રણની યોજનાઓ વિશે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા.સમગ્ર સેમિનારનું આગવી શૈલીમાં સંચાલન કલ્પનાબેન મહેતાએ કર્યું હતું. TMPHS આશિતભાઈ આભારવિધિ કરી હતી જ્યારે આ સમગ્ર સેમિનારને સફળ બનાવવામાં ભુજ બ્લોક ઓફિસના સ્ટાફે જહેમત ઉઠાવી હતી તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. આર.આર.ફૂલમાલી દ્વારા જણાવાયું છે.





