BANASKANTHAGUJARATKANKREJ
થરા કોલેજમાં SCOPE ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું..
થરા કોલેજમાં SCOPE ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું..

- થરા કોલેજમાં SCOPE ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમા ૧૭/૧૮ માર્ચ ૨૦૨૬ ના રોજ સ્કોપ (SCOPE) (Society for Creation of Opportunity through Proficiency in English) ની CEPT પરીક્ષા નું આયોજન કરવામાં આવેલ ત્યારે કોલેજના ૧૯૭ વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર લેબમાં ઓનલાઈન પરીક્ષા આપી હતી.સંપૂર્ણ પરીક્ષા વિદ્યાર્થીઓને અંગ્રેજીના ભાષાની ચાર સ્કીલ લસરવા (Listening, Speaking, Reading, Writing) ને સમજવા માટે ઉપયોગી નીવડી હતી.ઓનલાઈન પરીક્ષા માં સ્કોપ એકઝામિનર દિવ્યભાઈ પટેલ,લેબ કૉ-ઓ.પ્રા. પ્રજ્ઞેશભાઈ પરમાર,ડૉ.હરેશભાઈ દવે, પ્રા.ગૌરવભાઈ શ્રીમાળી ઉપસ્થિત રહ્યા હતા. કૉ-ઓ. પ્રા.પ્રજ્ઞેશભાઈ પરમાર, પ્રિ.ડૉ. દિનેશભાઈ ચારણના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થઈ હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530




