
માળીયા હાટીના તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોરાસા ગીર ખાતે એક્સરે દ્વારા ટી.બી રોગની સ્ક્રીનીંગ કામગીરી કરવામાં આવી હતી. ખાસ કરીને ટીબી રોગ થવાની વધુ શક્યતા રહેલી છે તેવા લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું, આ સાથે ટીબી રોગના નિવારણ માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ફિલ્ડ લેવલ પર વલનેરેબલ પોપ્યુલેશનમાં એક્સરેની કામગીરી ઝડપભેર થાય અને અંતરિયાળ વિસ્તારમાં પહોંચી શકાય તે હેતુસર સરકારશ્રી તરફથી હેન્ડ હેલ્ડ એક્સ-રે મશીન જૂનાગઢ જિલ્લાને ફાળવવામાં પણ આવ્યું છે, જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અલ્પેશ સાલ્વી, જિલ્લા ક્ષય અધિકારીશ્રી જૂનાગઢ ડો.વ્યાસ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડાભી માર્ગદર્શન હેઠળ ટીબી રોગનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






