DAHODGARBADAGUJARAT

ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાંબુઆના સીમલીયા ગામ ખાતે પોર્ટેબલ એક્ષ-રે દ્વારા ટીબી તપાસ કેમ્પ યોજાયો

તા.૧૭.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Garbada:ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાંબુઆના સીમલીયા ગામ ખાતે પોર્ટેબલ એક્ષ-રે દ્વારા ટીબી તપાસ કેમ્પ યોજાયો

દાહોદ જિલ્લા ના ગરબાડા તાલુકાના જાંબુઆ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સીમલીયા ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા ટીબી તપાસ માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વનરેબલ પોપ્યુલેશન ટીબી સર્વે અંતર્ગત કુલ 205 ટીબીના જોખમ ધરાવતા શંકાસ્પદ લાભાર્થીઓનું પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. જેમાં એક્ષ-રેમાં એબ્નોર્મલ પરિણામ આવનાર લાભાર્થીઓની આગળની NAAT તપાસ કરવામાં આવશે અને જરૂરી હોય ત્યાંથી તરત સારવાર શરૂ કરવામાં આવશે. જ્યારે એક્સ-રે નેગેટિવ આવનાર તમામ લાભાર્થીઓનું CY TB ટેસ્ટ કરવામાં આવી ચોક્કસ નિદાન સુનિશ્ચિત કરવામાં આવશે.આ કેમ્પના આયોજન માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફનો નોંધપાત્ર સહકાર મળ્યો. જેમાં તાલુકા ટીબી સ્ટાફ, પી.એચ.સી સુપરવાઇઝર, FHW, MPHW, આશાબેન સહિત તમામ સહયોગી કર્મચારીઓ સક્રિય રહ્યા હતા. આ પ્રકારના કેમ્પ દ્વારા ટીબીની વહેલી ઓળખ અને સમયસર સારવાર સુલભ બનશે, જે ટીબી મુક્ત ભારતના લક્ષ્ય તરફ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે

Back to top button
error: Content is protected !!