GUJARATTHARADVAV-THARAD
અભેપૂરાના પ્રકાશભાઈ ઠાકોર આર્મીની તાલીમ પૂર્ણ કરી માદરે વતન ફર્યા

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ વાવ થરાદ
વાવ થરાદ જિલ્લાના અભેપુરા ગામના વતની પ્રકાશજી અનુપજી ઠાકોરે ભારતીય સેનાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેઓ પોતાના વતન થરાદ પરત ફર્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરતા પ્રકાશજીના સ્વાગત માટે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર અને દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત અનેક આગેવાનો અને સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રકાશજી ઠાકોરે નાનપણમાં જ માતા-પિતા ગુમાવ્યા હતા. તેમ છતાં, તેઓ આત્મનિર્ભર બનીને કાકાના કુટુંબના સહારે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ભારતીય સેનામાં ભરતી થયા હતા. તેમની આ સિદ્ધિ ગામ અને સમાજ માટે ગૌરવ વધાર્યું હતું




