
તા.૦૨.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના ખરેડી કન્યા સાક્ષરતા નિવાસી શાળા
જેમાં કન્યા સાક્ષરતા નિવાસી શાળા ના આચાર્ય સાહેબ શ્રી અને શાળા માં ફરજ બજાવતા શિક્ષકો અને 181 અભયમ ટીમ દાહોદ હાજર રહેલ, જેમાં 365 જેઠલી વિદ્યાર્થીનીઓને ગુડ ટચ,બેડ ટચ વિશે માહિતી, પોક્સો એક્ટ વિશે માહિતી, 181 મહિલા હેલ્પલાઇન વિશે માર્ગદર્શન જેમાં 181 અભયમ માં ઘરેલુ હિંસા, મહિલા સાથે થતી જાતીય સતામણી,છેડતી, સાયબર ગુના ઓ માં મદદ મેળવી શકાય, 181 રેસ્ક્યુવાન 24 × 7 કલાક અને નિઃશુક્લ સેવા છે.તેમજ મહિલા લક્ષી માળખાઓ જેમાં મહિલા પોલીસ સ્ટેશન, પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર, મફત કાનૂની સહાય ની મદદ મેળવી શકાય છે 181 મહિલા હેલ્પલાઇન ઉપર સંપર્ક કરનાર વ્યક્તિ ની ઓળખ ગુપ્ત રાખવામાં આવેલ છે તેમજ 181 પાઇલોટ એપ્લિકેશન વિશે માર્ગદર્શન પૂરું પાડેલ.




