કંડલા,દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવીને માછીમારોના દબાણ વાળા ઝુંપડા પર બુલ્ડોઝર ફેરવાયું.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ તા -૦૫ સપ્ટેમ્બર : દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા નોટિસ આપ્યા વગર સવારના 5 વાગે કંડલા બનાં ક્રીક જે અંદાજિત 100 જૂનો વિસ્તાર છે આજે ઉદ્યોગકારો ઇશારે (કંડલા) દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ અને પોલીસ તંત્ર મોટા કાફલા દ્વારા અંદાજિત 2800 જૂપડા તોડી ને ગરીબ માછીમારો ને બે-ઘર કરી દેવામાં આવ્યા જે કંડલા પોર્ટ માટે આજે એક કાળો દિવસ સમાન છે, SDPi પ્રમૂખ- રોશનઅલી સાંધાણી,કંડલા દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ ની હજારો એકડ જમીનમાં દબાણો કરી ગેર કાયદેસર રીતે ( વાઇટ સોનો ) મીઠું પકવતા માફીયાઓ સામે કંડલા ચેરમેન અને દબાણ શાખા ના અઘિકારીઓ ચૂપ કેમ રહે છે? કચ્છ જિલ્લા કલેકટર સાહેબ તેમની સી.બી.આઈ દ્વારા તપાસ કરાવે, કંડલા દીનદયાલ પોર્ટ ને આજે 60 વર્ષ થયાં છે જ્યારે કંડલા બંદર વિસ્તારમાં અંદાજિત 100 વર્ષ થી વધારે ત્યાંના માછી મારો રહે છે અને માછીમારી કરી રહ્યા છે પરંતું કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા આ લોકો ને કોઈ દિવસ પણ CSR ફંડ માંથી કોઈ મદદ કરવામાં આવી આવી નથી અને કોઈ માછીમાર લોકો ને ત્યાં પાકા મકાનો બનાવી આપવામાં આવ્યા નથી વર્ષો જૂના વિસ્તારમાં બનેલા કાચા જૂપડાઓ ને ઉદ્યોગકારો ના ઇશારે તોડી પાડવામાં આવે છે જે સવિધાંનિક રીતે ગેરકાનૂની છે દેશમાં કોઈ પણ પ્રકારના દબાણો હટાવવાના છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા ત્રણ વાર નોટિસો આપવામાં આવતી હોય છે પરતું કડલાં પોર્ટ દબાણ શાખાના અધિકારીઓ દ્વારા બના કિર્ક વિસ્તારને કોઈ નોટિસ આપવામાં આવી નથી અને વહેલી સવારે 5 વાગે ગેર કાનૂની રીતે ગરીબ લોકોના 2800 જોપડાઓ ને તોડી નાખવામાં આવ્યા છે, દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ અને વહિવટી તંત્ર CSR ફંડ માંથી ગરીબ પરિવારો માટે તત્કાલિક ધોરણે રહેણાક અને જમણવાર માટે વ્યવસ્થા કરી આપે અને માછીમારો ને યોગ્ય જગ્યા માછીમારી માટે પણ વ્યવસ્થા કરી આપવામાં આવે એવી અમારી માંગ છે, રોશનઅલી સાંધાણી પ્રમુખ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા.





