સાબરકાંઠા માં રાખી મેળામાં રાખડીના વેચાણ થકી સ્વસહાય જૂથો બન્યા આત્મ નિર્ભર

રાખી મેળામાં રાખડીના વેચાણ થકી સ્વસહાય જૂથો બન્યા આત્મ નિર્ભર
*******
*પાંચ જુથની મહિલાઓ દ્વારા માત્ર એક અઠવાડિયામાં રૂ.૨.૦૦ લાખ થી વધુની આવક મેળવી*
*****
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત કાર્યરત મહિલા સ્વ સહાય જૂથો દ્વારા આ વર્ષે હિંમતનગર ખાતે રાખી મેળામાં ભાગ લઈ માત્ર એક અઠવાડિયામાં રૂ.૨.૦૦ લાખ થી વધુ ની આજીવિકા મેળવી પોતે આત્મનિર્ભર બન્યા છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ચાલતી NRLM યોજના અંતર્ગત કાર્યરત સ્વસહાય જુથો માં જોડાયેલ મહિલાઓના સશક્તિકરણ હેતુ તેઓને વિવિધ તાલીમો થકી કૌશલ્ય વર્ધન કરી તેમનું આજીવિકા લક્ષી વિવિધ પ્રવૃતિઓ સાથે જોડાણ કરવામાં આવે છે.જેમાં ગયા વર્ષે સ્વ સહાય જૂથો દ્વારા રાખડી બનાવવાની તાલીમ મેળવી મહિલાઓએ પોતે રાખડીઓનું ઉત્પાદન કર્યુ હતુ.
આ રાખડીઓના વેચાણ અર્થે આ વર્ષે તા.૦૯/૦૮/૨૦૨૪ થી તા.૧૮/૦૮/૨૦૨૪ દરમ્યાન હિંમતનગર ટાવર ચોક ખાતે રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં યોજના અંતર્ગત કાર્યરત તેવા અલગ અલગ તાલુકાના પાંચ સ્વ સહાય જૂથો દ્વારા આ મેળામાં રાખડી વેચાણ માટે ભાગ લેવામાં આવ્યો હતો.જેમાં માત્ર એક અઠવાડિયા જેટલા ટૂંકા ગાળામાં પાંચ જૂથની મહિલાઓ દ્વારા રૂ.૨.૦૦ લાખ થી વધુની આવક મેળવી પોતે આત્મનિર્ભર બન્યા છે.સાથે સાથે જિલ્લાના અન્ય જૂથોને પણ આત્મનિર્ભર બનવા માટેની પ્રેરણા પૂરી પાડી છે.
જયંતિ પરમાર સાબરકાંઠા



