GUJARATKARJANVADODARA

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત દ્વારા મહામંડળના સંગઠન પર્વની ઉજવણી રેકોર્ડબ્રેક વૃક્ષારોપણ દ્વારા કરવાનું નક્કી કર્યું છે

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગુજરાતના પ્રમુખશ્રી જતીનભાઇ ભરવાડ સાહેબના આહવાનને ધ્યાને લઈ યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ મકતમપુર ભરૂચમાં પણ વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવ્યું જેમાં વિવિધ બાળકોને રોપા આપવામાં આવ્યા

નરેશપરમાર.કરજણ-

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં તારીખ 5 ઑગસ્ટ 2025 , મંગળવારે બરોબર 10.30 વાગ્યે સમગ્ર ગુજરાતની તમામ સ્વનિર્ભર શાળાઓના માધ્યમથી રેકોર્ડબ્રેક વૃક્ષારોપણનુ આયોજન કરવામાં આવ્યું છે..વૈશ્વિક ચેતનાની જન્મભૂમિ સમા ગરવા ગુજરાતને હરિયાળું બનાવવાના એક માત્ર સંકલ્પ સાથે ગુજરાતની તમામ સ્વનિર્ભર શાળાઓ , છોડમાં રણછોડ એ દિવ્ય અને અનુપમ વિચારને વિસ્તારવા, માનવજાતની સુરક્ષા કવચ સમા , ધ્યાનસ્થ દેવતાઓ સમા વૃક્ષોનું વાવેતર કરી જીવતરને ઉજવવા જઈ રહ્યા છે.સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના પ્રમુખશ્રી જતીનભાઈ ભરાડે જણાવ્યું હતુ કે સમગ્ર ગુજરાતની તમામ સ્વનિર્ભર શાળાઓ દ્વારા એક જ સમયે, એક સાથે, એક લાખ એકાવન હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ સાકાર થવા જઈ રહ્યો છે.*દરેક છોડની વ્યવસ્થિત રીતે માવજત કરી ઉછેર* થાય એવી પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી છે.અનેક જગ્યાએ ઉપવન નું નિર્માણ થશે , અનેક સ્થળોએ આ ભવ્ય આયોજનમાં દિવ્ય ભાવનાથી વૃક્ષપૂજન પણ કરવામાં આવશે.શાળાઓમાં બાળકોને વૃક્ષોનું મહત્વ સમજાવીને હરિયાળા ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા આદર્શ પ્રયત્ન કરવામાં આવશે.રાષ્ટ્ર અને સમાજસેવા માટે કટિબદ્ધ મહામંડળ દ્વારા *અતુલ્ય બ્લડોનેશનનો કાર્યક્રમ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે એવો રણકાર પણ પ્રમુખશ્રી જતીનભાઈ ભરાડ સાહેબે વ્યક્ત કર્યો હતો.આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમની સફળતા માટે સૌ હોદ્દેદારો સહિત તમામ સંચાલકો સમગ્ર માનવજાતની સેવા કરવા કટિબદ્ધ બની સમર્પિતભાવથી મહેનત કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!