વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પ્રસંગે સેવા પખવાડા કાર્યક્રમમાં વાંસદા ખાતે સિનિયર સિટીઝનનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો…
વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા ખાતે યજસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫ માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડા કાર્યક્રમ અંતર્ગત વાંસદાના સરપંચ ગુલાબભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને હેઠળ વાંસદા ગ્રામ પંચાયત ખાતે સિનિયર સિટીઝનોનું સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બહોળી માત્રામાં સિનિયર સિટીઝન આમંત્રિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત તમામ સિનિયર સિટીઝનોને સાલ ઓઢાડી સ્મૃતિ ચિન્હ તેમજ મીઠાઈનું બોક્સ સન્માન સાથે બહુમાન કરવામાં આવ્યો હતો. જોકે વાંસદા પંચાયતમાં પ્રથમવાર સિનિયર સિટીઝનો સન્માન સાથે બહુમાન કરવામાં આવતા ખુશીનો માહોલ સાથે વડીલોનો આંખો હર્ષ આંસુ સાથે સ્મિત છલકાયો હતો. એમની જીવન માં વાંસદા ગ્રામપંચાયત માં પ્રથમવાર કોઈ સન્માન કર્યું હોય તો ગ્રામ પંચાયત વાસદા ની હાલની બોડીએ કર્યું આ સંમેલનમાં 250થી વધુ સિનિયર સિટીઝનો હાજર રહ્યા હતા અને તમામને સાલ ઓઢાડી તેમજ નામ વાળા મોમેન્ટ અને એક એક મીઠાઈના બોક્સ સાથે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી પંચાયતના તમામ હોદેદારો તેમજ સમાજસેવકો એ સિનિયર સિટીઝનો સાથે બેસી અલ્પાહાર કર્યું હતું. આ પ્રસંગે સરપંચ ગુલાબભાઈ પટેલ એ ઉપસ્થિત સિનિયર સિટીઝનો સાથે ત્રણ વર્ષ છ મહિના દરમિયાન કરવામાં આવેલી વિકાસકીય કામગીરી અને બાકી રહેલી કામગીરી અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજેશભાઈ ગાંધી મુકેશભાઈ શર્મા રસિકભાઈ સુરતી નટવરલાલ પંચાલ એ સન્માન કામગીરીને બિરદાવી હતી અને ગ્રામ પંચાયત ને અભિનંદન આપ્યા હતા આ કાર્યક્રમમાં પખવાડા ના જિલ્લા ઇન્ચાર્જ રાકેશભાઈ શર્મા તાલુકા સહયોજક ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગ્રામ પંચાયત વાસદાના ઉપસરપંચ હેમાબેન શર્મા હીનાબેન પટેલ સહિત ગ્રામ પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો કમળાબેન પટેલ નયનાબેન પટેલ બીનાબેન પુરોહિત રામભાઈ મોહિતે મહેશભાઈ પટેલ સુનિતાબેન પટેલ મેહુલભાઈ પટેલ ચિરાગ કડોદરા હસમુખ શર્મા અજય પટેલ વિકાસ પટેલ દિપકભાઈ શર્મા કૌશિક પટેલ રાજુ મોહિતે વિરલભાઈ વ્યાસ પડું સોલંકીઆ પ્રસંગે હાજર રહી સિનિયર સિટીઝનો સન્માન કર્યો હતો..