*સિધ્ધપુર પત્રકારો દ્વારા સિનીયર પત્રકાર રશ્મીનભાઈ દવેને નગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીના અધ્યક્ષ બનવા બદલ સન્માન કરાયુ.*
સિધ્ધપુર પત્રકાર પ્રમુખ નિરંજનભાઈ ઠાકરના અધ્યક્ષ સ્થાને સિધ્ધપુર પંથકના એકટીવ ફિલ્ડ પત્રકારો દ્વારા દિવ્ય ભાસ્કર દૈનિક સિધ્ધપુર બ્યુરોના પ્રતિનીધી અને ભાજપ અગ્રણી મ્યુ. સદસ્ય રશ્મીનભાઈ દવેનું નગરપાલિકાની સૌથી મહત્વની લગભગ પ્રમુખ જેટલા પાવર ધરાવતી કારોબારી સમિતીના ચેરમેન પદે વરણી થવા બદલ હૉટલ સિધ્ધાર્થ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યુ.
સાથે ગુજરાત સમાચાર બનાસકાંઠાના જિલ્લા પ્રતિનીધી નિરંજનભાઈ ઠાકરના ધર્મપત્નિ સોનલબેન ઠાકરની સિધ્ધપુર નગરપાલિકાના ઉપપ્રમુખ પદે વરણી થતાં શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે સિધ્ધપુરના તમામ સિનીયર પત્રકારોએ ઉપસ્થિત રહી સફળ કાર્યકાળની શુભકામનાઓ પાઠવી હતી. ઉપરાંત સકારાત્મક પત્રકારત્વ થકી નગરના પ્રશ્ર્નોને વાચા આપવા અને વિકાસના કામો માટે મિડીયાના માધ્યમથી નગર માટે પોતાનું યોગદાન આપવા સહમતી દર્શાવી હતી.
વાત્સલ્યમ દૈનિક સમાચાર
બળવંત રાણા,સિધ્ધપુર