GUJARATKARJANVADODARA

કરજણના ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલ ધ્વારા કેન્દ્રીય પ્રધાન નીતીન ગડકરી ને વિસ્તારમા આવેલ પ્રશ્નો ની રજુઆત કરી

કરજણ ના ધારાસભ્યશ્રી અક્ષયભાઇ પટેલ ધ્વારા કેન્દ્રીય પ્રધાન નીતીન ગડકરી (મંત્રીશ્રી સડક પરીવહન, ભારત સરકાર) ને કરજણ વિધાનસભા વિસ્તારમા આવેલ વિવિધ પ્રશ્નો ની રજુઆત કરી-ચર્ચા કરી

નરેશપરમાર.કરજણ,

કરજણના ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલ ધ્વારા કેન્દ્રીય પ્રધાન નીતીન ગડકરી ને વિસ્તારમા આવેલ પ્રશ્નો ની રજુઆત કરી

કરજણ ના ધારાસભ્યશ્રી અક્ષયભાઇ પટેલ ધ્વારા કેન્દ્રીય પ્રધાન નીતીન ગડકરી (મંત્રીશ્રી સડક પરીવહન, ભારત સરકાર) ને કરજણ વિધાનસભા વિસ્તારમા આવેલ વિવિધ પ્રશ્નો ની રજુઆત કરી-ચર્ચા કરી

ગઈકાલે કરજણ ના ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલ ધ્વારા કેન્દ્રીય પ્રધાન નીતીન ગડકરી (મંત્રીશ્રી સડક પરીવડન, ભારત સરકાર) ને કરજણ વિધાનસભા વિસ્તારમા આવેલ વિવિધ પ્રશ્નો ની રજુઆત કરી-ચર્ચા કરી જેમા કરજણ ના સ્થાનીક આગેવાન ભારત સરકાર ફુડ કોર્પોરેશન ઑફ ઈન્ડીયા ના મેમ્બર અભિષેક ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહયા હતા. જેમા મુખ્ય તવે વિવિધ પ્રશ્નનો જેમ કે 1) કરજણ તાલુકા ના નાગરિકો ને ટોલ ટેક્સ મુકતી અથવા સ્થાનીક લોકો માટે અલગ સર્વિસ માર્ગ, 2) પોર વિસ્તાર મા આવેલ ઈટોલા-પોર ઓવરબ્રીજ જેના થી ટ્રાફિક-એકસીડનટ જેવા પ્રશ્નો મા થી મુકતી પોર-ચાપડ-બીલ-પાદરા જવા લોકો ને સરળતા થાય, ૩) કરજણ ઓવરબ્રીજ (મામલતદાર સેવા સદન) પાસે નવો રેલ્વે ને જોડતો ઓવરબ્રીજ જેથી લોકો ને કંડારી કે ધાવટ ચોકડી સુધી ફરી ને જવાથી મુક્તિ મળે 5-10 કીમી નુ ભરવાનુ અંતર ઘટી શકે. 4) માંગલેજ ઓવરબ્રીજ નારેશ્વર ખાતે આવતાજતા યાત્રાળુ મોટા ભાગે માંગલેજ-નારેશ્વર રોડ નો ઉપયોગ કરે છે જેમને નારેશ્વર-વડોદરા જવા માટે માંગલેજ ચોકડી વળવાનો ભય રહે છે અને એકસીડનટ ઘણા થાય છે જેના થી ભય નો માહોલ રહે છે તેના થી મુક્તી મડી શકે એના માટે માંગલેજ ઓવરબ્રીજ બનાવવા રજુઆત, 5)લાકોદરા-દેશાણ ઓવરબ્રીજ જેથી સ્થાનીક લોકો ને કરજણ-વડોદરા જવુ હોય તો એન એચ 8 ના માધ્યમ થી જ આજુબાજુ 15-20 ગામના લોકો ને આવવા જવા મા સરળતા રહે. વિવિધ રજુઆત સાંભળતા કેન્દ્રીય પ્રધાન નીતીન ગડકરી સાહેબ એ વિવિધ પ્રશનો ને ત્વરીત નિરાકરણ લાવવાની ખાત્રી આપી છે

Back to top button
error: Content is protected !!