DAHODGUJARAT

દાહોદ જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર મુવાલિયા અને રાબડાલ રાષ્ટ્રીય કક્ષાના ગુણવત્તાના ધારાધોરણમાં ખરા ઉતર્યા હતા.

તા. ૧૬. ૦૭. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર મુવાલિયા અને રાબડાલ રાષ્ટ્રીય કક્ષાના ગુણવત્તાના ધારાધોરણમાં ખરા ઉતર્યા

કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ લેવલના એસેસર દ્વારા તારીખ.૦૬.૦૬.૨૦૨૪ ના રોજ આયુષ્માન આરોગ્ય મંદિર રાબડાલ અને તા.૦૭.૦૬.૨૦૨૪ ના રોજ આયુષ્માન આરોગ્ય મંદિર મુવાલિયા ખાતે સરકાર દ્વારા અપાતી સેવાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું જે મૂલ્યાંકન માં માતા અને બાળકોને અપાતી સેવાઓ,રસીકરણના તમામ પ્રોગ્રામની સમીક્ષા ,કિશોર અને કિશોરીને લગત આરોગ્ય સેવાઓ ,કુટુંબ નિયોજનની પદ્ધતિઓ , રોગચાળા નિયંત્રણ ની કામગીરી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર માટેની સારવાર અંતર્ગત અપાતી સેવાઓ વગેરેનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું જેમાં આયુષ્માન આરોગ્ય મંદિર રાબડાલને ૮૭.૧૧ ટકા માર્કસ અને મુવાલીયાને ૮૮.૨૬ ટકા માર્કસ સાથે ખરા ઉતર્યા દાહોદ જિલ્લા ખાતે સૌપ્રથમવાર આયુષ્માન આરોગ્ય મંદિરનું નેશનલ લેવલથી એસેસમેન્ટ થતા તમામ ધારા ધોરણમાં ખરા ઉતર્યા છે

Back to top button
error: Content is protected !!