AHAVADANG

ડાંગ જિલ્લામાં મકરસંક્રાતિનો તહેવાર પશુ પક્ષીનો જીવ લેનાર તહેવાર ન બને તે માટે ડાંગ જિલ્લા પોલીસે કરી પ્રજાજનોને અપીલ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
ઉત્તરાયણને લઇને સમગ્ર ગુજરાતમાં તૈયારીઓ ચાલી રહી છે.બજારમાં લોકો અવનવા પતંગ અને દોરી ખરીદતા નજરે પડે છે.ત્યારે આ તૈયારીઓ વચ્ચે ડાંગ જિલ્લા પોલીસે મકરસંક્રાતિનો તહેવાર પશુ પક્ષીનો જીવ લેનાર તહેવાર ન બને તે માટે  પ્રજાને અપીલ કરી છે.ખાસ કરીને ઉત્તરાયણ તહેવારમાં પતંગની ઘાતક દોરી જે પશુ પક્ષી સહિત માનવીનો જીવ પણ જીવ લઇ લેતી હોય છે.ત્યારે આ તહેવારની ઉજવણીમાં લોકો મઝા કરે પણ પતંગની દોરી થી કોઇનો પણ જીવ જોખમમાં ના મુકાય તે અંગેની કાળજી લેવા ડાંગ જિલ્લા પોલીસે અનુરોધ કર્યો છે. પોલીસે પોતાના સંદેશામાં જણાવ્યું છે કે, “પશુ પક્ષીઓ લાચાર છે પરંતુ આપણે નથી  મકરસંક્રાતિ જીવન ઉજવતો તહેવાર છે, આને જીવ લેનાર તહેવાર ના બનાવશો”..

Back to top button
error: Content is protected !!