BODELICHHOTA UDAIPURGUJARAT

ડાયવર્જન મુદ્દે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ ચૈતર વસાવાની તંત્ર સામે તીવ્ર નારાજગી

“છોટાઉદેપુર જિલ્લામાં ભારજ બ્રિજ તૂટ્યા બાદ બનાવાયેલા ડાયવર્જન અંગે ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓના ગંભીર આક્ષેપ વચ્ચે…આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પરિસ્થિતિની જાતે મુલાકાત લીધી.”
“ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સવારે છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પહોંચ્યા હતા.
સ્થાનિક નાગરિકો તરફથી મળતી સતત ફરિયાદોને ધ્યાનમાં રાખીને તેમણે ભારજ બ્રિજ તૂટ્યા બાદ નદીમાં બનાવવામાં આવેલા તાત્કાલિક ડાયવર્જનનું સ્થળ નિરીક્ષણ કર્યું.”
“તપાસ દરમિયાન તેમણે ડાયવર્જનના કામમાં મોટાપાયે બેદરકારી,નીચા ધોરણનું કામ,
અને ભ્રષ્ટાચારના સંકેતો હોવાનું જણાવ્યું.
તેમના જણાવ્યા મુજબ, આ કામમાં જવાબદાર વિભાગોએ ગંભીર નિષ્ઠા દાખવી નથી.”
“આ મુદ્દે વધુ વિગતો જાણવા માટે ચૈતરભાઈ વસાવા બોડેલી સ્થિત નેશનલ હાઈવે વિભાગની કચેરીએ પણ પહોંચ્યા.
પરંતુ ત્યાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન હતા…
ફોન પર પણ સંપર્ક ન થતાં તેમણે તંત્રની કામગીરી પર તીવ્ર નારાજગી વ્યક્ત કરી.”
“તેમનો આક્ષેપ છે કે તાત્કાલિક ડાયવર્જનના આ સરકારી કામમાં માત્ર ઠીકેદારો જ નહીં,
પરંતુ કેટલાક સરકારી અધિકારીઓ અને રાજકીય વ્યક્તિઓ પણ સંકળાયેલા હોઈ શકે છે.”
“ચૈતરભાઈ વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે—
જો જરૂરી હોય તો આ સમગ્ર મામલો ઉચ્ચ સ્તરે લઈ જવામાં આવશે,
અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે.”
“છોટાઉદેપુરના ભારજ ડાયવર્જન મુદ્દે ધારાસભ્યની મુલાકાત પછી રાજકીય હલચલ વધુ તેજ થઈ છે.
હવે તંત્ર શું કાર્યવાહી કરે છે અને આક્ષેપો સામે શું સ્પષ્ટતા આપે છે…તે તરફ સૌની નજર ટકેલી છે.”
રિપોર્ટર તોસીફ ખત્રી બોડેલી

Back to top button
error: Content is protected !!