ભરૂચના વોર્ડ નં.૭ ના ચિંગસપુરા મારું ફળિયા માં પાણી ની વિકટ સમસ્યા.
સમીર પટેલ, ભરુચ
મારું ફળિયા માં પીવાનું પાણી નહિ મળતા રહીશો સાથે વિપક્ષ ની રજુઆત…
ભરુચ શહેર ના વોર્ડ નંબર સાત માં આવેલ ચિંગસ પૂરા મારું ફળિયા માં છેલ્લા કેટલાયે સમય થી પીવાના પાણી ની વિકટ સમસ્યા છે.આ અંગે રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા આજે રહીશોએ વિપક્ષી સભ્યોને સાથે રાખી સમસ્યાના નિવારણ માટેની ઉગ્ર રજૂઆત કરી હતી..
ભરુચ શહેર ના વોર્ડ નંબર સાત માં આવેલ ચિંગસ પૂરા મારું ફળિયા માં ગરીબ વર્ગના પરિવારજનો રહે છે .ત્યાં છેલ્લા કેટલાક સમય થી પાલિકા ના પાણી મળતું ના હોવાથી રહીશો ને ભારે હાલસકી નો સામનો કરવો પડે છે.આ અંગે રહીશો ની રજુઆત પાલિકા તંત્ર દ્વારા કાને ધરવામાં ન આવતા આજરોજ રહીશો પાલિકા કચેરી ખાતે પોહચ્યા હતા જ્યાં વિપક્ષ ના નેતા સમસાદ અલી સૈયદ ,તેમજ સભ્ય સલીમ અમદાવાદી ને આ મુદ્દે રજૂઆત કરતા તેઓ સ્થાનિકો સાથે વોટર વર્કસ સમિતિના ચેરમેન તેમજ એન્જિનિયર ને આ અંગે ઉગ્ર રજૂઆત કરી સમસ્યા ના નિવારણ માટે ઉગ્ર રજૂઆત કરવા સાથે તેમ નહિ થાય તો વિપક્ષી સભ્યો જાતેજ ત્યાં જઈ બીજી પસાર થતી લાઈન માંથી કનેક્શન આપી દેશે તેવી ચીમકી પણ આપી હતી.જોકે આ મુદ્દે રજૂઆત બાદ સમસ્યાના નિવારણ માટેની ખાતરી આપવામાં આવી હતી ત્યારે આ ખાતરીનું પાલન થાય છે કે કેમ તે જોવું રહ્યું….



