રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
પાવડીયારા ક્ષત્રિય યુવા મિત્રમંડળ દ્વારા અલૌકિક ધામ ખાતે માતાનામઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ
મુંદરા, તા. 14 : આસો સુદ નોરતા દરમિયાન માતાના મઢ (આશાપુરા માતાજી)ના દર્શને પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે મુંદરા તાલુકાના પાવડીયારા ક્ષત્રિય યુવા મિત્રમંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પ તારીખ ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ (બુધવાર) ના રોજ બપોર પછી શરૂ થશે અને તેનું સ્થળ વાંકીથી ટપ્પર રોડ પર અલૌકિક ધામ ખાતે રાખવામાં આવ્યું છે.
પદયાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ કેમ્પમાં જમવાની, રહેવાની, નાહવાની, ચા-પાણી અને નાસ્તાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સેવાભાવી કાર્યમાં સહયોગ આપીને પદયાત્રીઓની સેવાનો લાભ લેવા માટે શ્રી ક્ષત્રિય યુવા મિત્રમંડળ સૌ યાત્રિકોને હાર્દિક આમંત્રણ પાઠવે છે.
(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)