
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના વઘઈ નગરનાં રાજેન્દ્રપૂર વિસ્તારમાં પતિ કંઈ પણ કામ કરતો નહોતો.જેથી પત્ની કામ કરીને ઘર ચલાવતી હતી.ત્યારે પતિ આડા સંબંધનો વ્હેમ રાખી પત્ની સાથે અવારનવાર ઝઘડો કરતો હતો.અને આખરે પતિએ આડા સંબંધ નો વ્હેમ રાખી પત્નીની હત્યા કરી હતી.વઘઈ નગરના રાજેન્દ્રપુર જુના આર.એન.બી. કવાટર્સની બાજુમા રહેતા કેતનભાઈ જગદીશભાઈ પવાર (ઉ. વ.35) જે પોતે કોઈ કામ ધંધો કરતા નહોતા.જેથી તેમની પત્ની સોનલ બ્યુટીપાર્લરનું કામ કરી ઘર ચલાવતી હતી.પરંતુ પતિ કેતનભાઈ તેના ઉપર ખોટો આડા સંબંધનો શક વહેમ રાખી અવાર નવાર ઝઘડો કરતા હતા.તેમજ પત્ની સાથે મારઝુડ કરી અગાઉ ગળુ દબાવી મારી નાખવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ બન્નેનાં અવારનવારના ઝઘડાને લઈને સોનલની માતા એ પણ કેતન પવારને સમજાવ્યો હતો. તેમ છતાં કેતન પવાર પોતાની પત્ની ઉપર આડા સંબંધનો શક વહેમ રાખી તેની સાથે મારઝુડ કરવાનો હતો.ત્યારે મંગળવારનાં રોજ પતિ કેતન પવારે તેના ઘરે પત્ની સોનલનું ગળુ દબાવીને કે અન્ય રીતે મારી નાંખી તેની કરપીણ હત્યા કરી નાખી હતી.હાલમાં આ હત્યાને લઈને વઘઈ પોલીસે મોડી રાત્રે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..




