
ફૈઝ ખત્રી…શિનોર
શીનોરના હરિહર આશ્રમ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરીને સેવાભાવની અનોખી ધન્યતા અનુભવાઈ હતી. આ સેવા કાર્યક્રમમાં વડોદરાના પ્રખ્યાત પ્રાણ ચિકિત્સક હીલર મેડમ નીલમ શર્મા તથા તેમની ટીમ ઉપસ્થિત રહી હતી અને નર્મદા પરિક્રમાવાસીઓને આરોગ્યલક્ષી સેવા પૂરી પાડી હતી.
આ પ્રસંગે પરિક્રમાવાસીઓએ મળેલી સેવાથી સંતોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સુરાશામળના રાહુલ પટેલ તેમજ તેમની ટીમ પણ નર્મદા પરિક્રમાવાસીઓની સેવા માટે હંમેશા તત્પર રહે છે અને નિયમિત રીતે સેવાકાર્યો કરીને સમાજમાં પ્રેરણાદાયી ઉદાહરણ રજૂ કરી રહ્યા છે.




