સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસે ટુ-વ્હીલરના ગાર્ડ બનાવી પતંગની ધારદાર દોરીથી ગળુ કપાતું બચાવવાના પ્રયાસો હાથ ધર્યા.
તા.10/01/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર વઢવાણ શહેરી વિસ્તારના માર્ગો ઉત્તરાયણ પર્વ પર લોકો પતંગોની ધારદાર દોરીઓથી કેટલાક લોકો માટે જીવનું જોખમ બની રહે છે તંત્ર દ્વારા ચાઈનીઝ દોરી, તુક્કલ પર પ્રતિબંધ જાહેર કરાયો છે ઉત્તરાયણમાં વાહન ચાલકોની સલામતી માટે સુરેન્દ્રનગર ટ્રાફિક શાખાના ટ્રાફિક પીએસઆઈ બી. એલ. બગડાના માર્ગદર્શન નીચે લોખંડ(ગાર્ડ)ના સળીયા બનાવીને ટુવ્હીલર ચાલકોના વાહનો પર શહેરના માર્ગો પર લગાવતાં જોવા મળ્યા હતા આ લોખંડના સળીયાઓનુ વઢવાણના સ્વસ્તિક વાયર પ્રોડકટના બાબુભાઈ ડી. ચાવડા, અરવિંદભાઈ એન. સિંધવે દાન કર્યું હતુ જેથી આ સળીયાઓને ચાલકોના ટુવ્હીલરમાં વળાંક રીતે ગોઠવી ચાલક તેમજ તેના સાથેના લોકોની સલામતી રહે તે રીતે ગોળાકારમાં બનાવવામાં આવ્યા હતા છે ટ્રાફિકના કર્મીઓ દ્વારા ૧૫૦ જેટલા સળીયાઓ બનાવ્યા ત્યારબાદ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવળી પરવાહ કેમ્પેઇન અંતર્ગત આગામી ઉત્તરાયણના તહેવારને લઈને સુરેન્દ્રનગર શહેરના દુધરેજ ત્રણ રસ્તા ખાતે તા.૯ જાન્યુઆરીને ગુરૂવારે એક જ દિવસમાં અંદાજે ૧૦૦ ટુ વ્હીલર વાહનોમાં લોખંડના ગાર્ડ લગાવાયા હતા ત્યારે જે વાહનોમાં સલામતી માટે જે ગાર્ડ લગાવાયા છે તહેવારના દિવસો બાદ પણ એટલે કે ૩૧ જાન્યુઆરી સુધી સલામતી માટે વાહનમાં રાખવાની ટ્રાફિક શાખા દ્વારા સમજણ અપાઈ હતી ત્યારે દાતા દ્વારા અપાયેલા સળિયાને ટુવ્હીલર ઉપર ગોળાકારમાં ગોઠવી શકાય તે માટે તેને બનાવવા માટે રામસંગભાઈ મોરી, યશવંતસિંહ, ખુમાનસિંહ, મહેશભાઈ, પ્રહલાદભાઈ, રોહિતભાઈ સહિતના સ્ટાફના માણસોએ કલાકોની ભારે મહેનત બાદ બે દિવસમાં ૧૫૦ ગાર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા.