વૃતાલય વિહારમ શ્રી સ્વામિનારાયણ મંદિર ગોધરા ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાયો

નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ ગોધરા
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત *મહારક્તદાન કેમ્પ* શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પ.પૂ.ધ.ધૂ શ્રી 1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની પ્રેરણાથી અને ભાવિઆચાર્ય પ પૂ 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ ના માર્ગદર્શન હેઠળ તા 23/3/25 ના રોજ એક જ તારીખે , ગુજરાત , મહારાષ્ટ્રમાં એક જ સાથે 59 ઉપરાંત સ્થળોએ *મહારક્તદાન* કેમ્પ નું આયોજન કરેલ હતું.
ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રી માં કરેલ આજ્ઞા અનુસાર , વડતાલ ગાદી ના સમર્થ આચાર્ય પ .પૂ ધ .ધૂ શ્રી 1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની પ્રેરણા થી સંપ્રદાય ના ભક્તો માનવ સેવા ના કાર્યોમાં હંમેશા કાર્યરત રહે છે.
જેમાં ગોધરા ખાતે વૃતાલય વિહારમ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આજે શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ ના યુવાનો અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ ના બહેનો દ્વારા *મહારક્તદાન* કેમ્પ નું આયોજન થયું હતું.જેમાં રેડક્રોસ સોસાયટી ગોધરા દ્વારા મેડિકલ સ્ટાફ ની વ્યવસ્થા કરવામાં આવેલી હતી અને રક્તદાતાઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ મંદિર દ્વારા કરવામાં આવી હતી.જેમાં ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો ઉત્સાહભેર લાભ લીધો હતો જેમાં 234 બ્લડ યુનિટ એકત્રિત થયું હતું.સૌ રક્તદાતાઓ ને વૃતાલય વિહારમ શ્રી સ્વામિનારાયણ મંદિર ના કમિટીસભ્યો વંદન સહ અભિનંદન પાઠવે છે.





