BANASKANTHAGUJARATPALANPUR

શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણની NSS ખાસ શિબિર (૨૦૨૫-૨૬) ઉકરડા ગામે યોજાયો

25 વળી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણના આચાર્યશ્રી આર.જે.પ્રજાપતિ સાહેબના માર્ગદર્શન હેઠળ પાલનપુર તાલુકાના ઉકરડા ગામ મુકામે NSS “ખાસ શિબિર ૨૦૨૫-૨૬” નું આયોજન તા. ૧૮/૦૨/૨૦૨૬ ના રોજ કરવામાં આવ્યું હતું. N.S.S.ની ખાસ શિબિરના ઉદ્ઘાટન કાર્યક્રમ ઉકરડા ગામની પ્રાથમિક શાળામાં યોજાયો હતો. ગામે NSS સ્વયંસેવકો દ્વારા ગામની શેરીઓ, ચોક, મંદિરો તથા દુધની ડેરીએ સફાઈ કરવામાં આવી. તેમજ પ્રાથમિક શાળાના બાળકોને વાંચન, લેખન, ગણન કરાવ્યું. બાળકો સાથે વિવિધ રમતો રમાડીને આનંદ માણ્યો. સમગ્ર સંચાલન સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું.
શિબિરનો પૂર્ણાહુતિ સમારોહ ઉકરડા પ્રાથમિક શાળાના પટાંગણમાં અત્યંત ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાયો હતો.
દીપ પ્રાગટ્ય અને મહેમાનોનું સ્વાગત
કાર્યક્રમની શરૂઆત ઉકરડા પ્રાથમિક શાળાની બહેનો દ્વારા પ્રસ્તુત સુમધુર પ્રાર્થના, સ્વાગત ગીતથી કરવામાં આવી. આ પ્રસંગે ઉકરડા ગામના ઉપસરપંચ શ્રી બાબુભાઇ રણાવાસીયા ,પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી દિપકભાઈ ચૌહાણ ,એસ.એસ.સી.ના અધ્યક્ષ, શાળાના આચાર્ય શ્રી આર.જે.પ્રજાપતિ, ગામના આગેવાનો તથા સ્ટાફ મિત્રો અને ઉકરડા પ્રાથમિક શાળાના સ્ટાફ મિત્રો ,ગામના વડિલો તથા યુવાન મિત્રો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સન્માન અને ઉદબોધન
ભારતીય સંસ્કૃતિ મુજબ તમામ મહેમાનોનું શાલ ઓઢાડીને અને ઉકરડા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી દીપકભાઈ ચૌહાણ દ્વારા પુસ્તક આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું તેમજ જે બાળકોએ રમતોમાં પ્રથમ નંબર મેળવ્યો હતો તેમને ઈનામ NSS યુનિટ દ્વારા આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.ઉકરડા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ શાબ્દિક સ્વાગત પ્રવચન કર્યુ. પ્રોગ્રામ ઑફિસરશ્રી હરેશભાઇ પંચાલે રાષ્ટ્રીય સેવા યોજનાના ધ્યેય, હેતુઓ તેમજ “NOT ME BUT YOU” ‘વિશે વિસ્તૃત માહિતી આપી. શાળાના આચાર્યશ્રી આર.જે.પ્રજાપતિ સાહેબે પોતાના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું કે, સેવા એ જ સાચો ધર્મ છે અને વિદ્યાર્થીકાળથી જ વ્યસનમુક્તિ અને સામાજિક જવાબદારીના સંસ્કારો ઘડાય તે જરૂરી છે. NSS દ્રારા વિધાર્થી ઘડતર અને ચારિત્ર ઘડતરની વાત કરી.ત્યારબાદ વિવિધ દિવસે વ્યસનમુક્તિ રેલી, પાણી બચાવો રેલી સૂત્ર લેખન જેવી અલગ અલગ પ્રવૃત્તિઓ સ્વયંસેવકો દ્રારા કરવામાં આવી હતી. સ્વયંસેવકોએ ઉકરડા ગામ નજીક મંદિરમાં સાફ સફાઈ કરી હતી.
સમાપન કાર્યક્રમ
તા.૨૩/૦૨/૨૦૨૬ ના રોજ ઉકરડા પ્રાથમિક શાળામાં એન.એસ.એસ.નો સમાપન કાર્યક્રમ ઉકરડા પ્રાથમિક શાળામાં યોજાયો હતો. જેમાં ગામના સરપંચશ્રી, ઉપસરપંચ શ્રી, સી.આર.સી.કો.શ્રી મહેશભાઈ જગણિયા, શાળાના આચાર્યશ્રી, માલણ ક્લસ્ટરના તમામ આચાર્યશ્રીઓ તેમજ ઉકરડા પ્રાથમિક શાળા તેમજ માલણ હાઈસ્કૂલના તમામ સ્ટાફમિત્રો ઉપસ્થિત રહયા હતા. દીપ પ્રાગટય કર્યા બાદ શાળાની વિદ્યાર્થિનીઓએ ખૂબ સુંદર પ્રાર્થના રજૂ કરી હતી. માલણ હાઈસ્કૂલના આચાર્યશ્રીએ સરપંચશ્રી તેમજ તમામ આચાર્ય મિત્રો અને સ્ટાફના સભ્યોનું ખેસ, ડાયરી અને પેન આપીને સન્માન કરવામાં આવ્યું હતું. એન.એસ.એસ.ના સ્વયંસેવકોએ ” બેટી બચાવો, બેટી પઢાવો, સ્વચ્છતા અભિયાન અને અંધશ્રદ્ધા” પર આધારિત નાટકો રજૂ કર્યા હતા. ઉકરડા પ્રા. શાળાના આચાર્યશ્રી તેમજ સી.આર.સી.કો. એ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. શાળાના એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર શ્રી હરેશભાઇ પંચાલે તમામે આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કૃણાલભાઈ કકકડે કર્યું હતું.
ડો. રાજેશ પ્રજાપતિ
શ્રી હરેશભાઇ પંચાલ
પ્રો.ઓ. એન.એસ.એસ.

Back to top button
error: Content is protected !!