GUJARATSABARKANTHA
આજે ટાઉન હોલ હિંમતનગર નગરપાલિકા વિસ્તારનો સેવા સેતુ કાર્યક્ર્મ યોજાશે

આજે ટાઉન હોલ હિંમતનગર નગરપાલિકા વિસ્તારનો સેવા સેતુ કાર્યક્ર્મ યોજાશે
******
સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર નગરપાલિકા ખાતે સેવાસેતુ કાર્યક્ર્મ યોજાશે. રાજ્યના નાગરિકોના સર્વાંગી વિકાસ માટે સરકાર હર હંમેશ પ્રયત્નશીલ રહી છે. રાજ્ય સરકારની જનહિતલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકોને મળી રહે તેમજ નાગરિકોને બહુવિધ સેવાઓનો લાભ ઘર આંગણે મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમના દસમા તબક્કાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. જે અંતર્ગત આજે તા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૪ના મંગળવારના રોજ સવારે ૯ થી સાંજના ૫ કલાક સુધી નલીન કાંત ગાંધી ટાઉન હોલ હિંમતનગર ખાતે નગરપાલિકાના વોર્ડ નં. ૧,૩,૪,૫,૬નો સેવા સેતુ કાર્યક્ર્મ યોજાશે. જેમાં મોટી સંખ્યામાં નાગરીકોને લાભ લેવા નગરપાલિકા હિંમતનગર દ્રારા અનુરોધ કરાયો છે.
અહેવાલ:- પ્રતિક ભોઈ


