DHORAJIGUJARATRAJKOT

Dhoraji: ધોરાજી નગરપાલિકા ખાતે વોર્ડ નં. ૧ થી ૫ ના નગરજનો માટે “સેવાસેતુ કાર્યક્રમ” યોજાયો

તા.૫/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

૭૯૪ જેટલી અરજીઓનો સ્થળ ઉપર જ યોગ્ય નિરાકરણ

Rajkot, Dhoraji: “સેવા સેતુ કાર્યક્રમ”નાં નવમા તબક્કા અન્વયે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના શહેરી વિસ્તાર માટે “સેવા સેતુ કાર્યક્રમ” યોજાયો હતો. જેનો લાભ ધોરાજી નગરપાલિકાના વોર્ડ નં. ૧ થી ૫ ના નગરજનોએ મેળવ્યો હતો.

આ કાર્યક્રમમાં સરકારશ્રીના ૧૩ જેટલા વિભાગોની વિવિધ ૫૬ જેટલી યોજનાકીય સેવાઓ એક જ સ્થળે નગરજનોને વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી હતી. આધાર કાર્ડ રેશનકાર્ડમાં નામ દાખલ/ નામ કમી/ નામમાં સુધારા વધારા, જાતિ પ્રમાણપત્ર, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, પ્રોપર્ટી ટેક્ષ, જન્મ – મરણના પ્રમાણપત્ર, આવકના દાખલા, આયુષ્માન કાર્ડ સહિતની અરજદારોની વ્યક્તિગત અરજીઓના યોગ્ય નિકાલ માટે ધોરાજી નગરપાલિકાની વિવિધ કચેરીનાં અધિકારીશ્રીઓ, તેમના પ્રતિનિધિઓ દ્વારા ૭૯૪ જેટલી અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો. તદુપરાંત નાગરિકોને રોપા વિતરણ તથા નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કરી આપવામાં આવ્યું હતું.

રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તથા વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું જળવાય રહે તેમજ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સરકારી સેવાઓના લાભો લાભાર્થીઓને તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ, તાલુકા કક્ષાએ સરકાર દ્વારા “સેવા સેતુ કાર્યક્રમ” યોજાય છે.

આ તકે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, સદસ્યશ્રીઓ, ધોરાજી મામલતદારશ્રી એમ.પી.જોશી તથા સંબધિત વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!