વિજાપુર રંગાકુઈ ખાતે બછાણા સત્તાવીસ ચૌધરી સમાજ ટ્રસ્ટ દ્વારા સાતમો સમૂહલગ્ન ઉત્સવ ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રંગાકુઈ મુકામે પામોલ બછાણા સત્તાવીસ ચૌધરી સમાજ ટ્રસ્ટ દ્વારા સાતમો સમૂહલગ્નોત્સવ ઉજવાયો હતો જેમાં સમાજના અગ્રણીઓ દ્વારા પ્રભુતામાં પગલાં માંડતા નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય સી.જે ચાવડા તેમજ પૂર્વ ગૃહમંત્રી વિપુલભાઈ ચૌધરી, હરિભાઈ ચૌધરી તેમજ જિલ્લા સદસ્ય મુકેશભાઈ ચૌધરી, પૂર્વ જિલ્લા સદસ્ય હિતેન્દ્રસિંહ પરમાર, કૈલાશા ગ્રુપના કનુભાઈ ચૌધરી અને શિક્ષાપત્રી ગ્રુપના ડાહ્યાભાઈ ચૌધરી અને તાલુકા સદસ્ય લવજીભાઈ ચૌધરી તથા સમાજના અન્ય આગેવાનો સહિત ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા.