
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજના તાલુકામાં સર્પદંશથી કેટલાય લોકોના મોત : જીવણપુર ગામે મહિલાને ઝેરી સાપ કરડતા મોત,પશુ માટે ઘાસ લેવા જતા બની ઘટના
હાલ ચોમાસાની ઋતુ શરુ છે ક્યાંક ને કયાંક ઝેરી બિન ઝેરી જીવજંતુનો દેખારો જોવા મળતો હોય છે પરંતુ ઝેરી જીવ જંતુ એ જાણે કે મેઘરજ તાલુકામાં કહેર મચાવ્યો હોય તેવી રીતે છેલ્લા 10 દિવસમાં કેટલાય લોકોના સર્પદંશથી મોત નીપજ્યા છે અવનવા પ્રકારના સાપ પણ જોવા મળતા લોકોમાં ભય પણ છે
મેઘરજ તાલુકાના જીવણપુર ગામે ૩૦ વર્ષીય મહિલાને પોતાના ઘરમાં ઝેરી સાપે ડંખ મારતાં સારવાર પહેલાં મહિલાનુ મોત નિપજ્યુ હોવાની ઘટના સામે આવી હતી મેઘરજ તાલુકામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ઝેરી સાપનાડંખ થી અસંખ્ય લોકો મોતને ભેટ્યાછે સતત વરસાદને લઇ ઝેરી સાપ રહેણાંક વિસ્તારમાં મકાનોમાં ગુસિ જવાના બનાવો બની રહ્યા છે ત્યારે સોમવાર વહેલી સવારે મેઘરજના જીવણપુર (ટાંડા) ગામે ૩૦ વર્ષીય મહિલા સંગીતાબેન દિનેશભાઇ વણજારા વહેલી સવારે પશુઓનુ દુધ કાઢવા તબેલામાં ગયા હતા દુધ કાઢી સંગીતાબેન ઘરમાં રાખી મુકેલ પશુઓ માટે ઘાસ લેવા જતાં ઝેરી સાપે સંગીતાબેનને ડંખ મારતાં ઘરમાં બુમરાણ મચી હતી પરીવાર જનો દ્વારા સંગીતાબેનને મેઘરજ ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે મ્રુત જાહેર કરતાં પરીવાર જનો પર જાણે આભ ફાટ્યાની સ્થીતી નિર્માણ થવા પામી હતી





