GUJARATHALOLPANCHMAHAL

હાલોલ નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યકમ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમા યોજાયો 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩૦.૩.૨૦૨૬

હાલોલ નગરપાલિકા દ્વારા આયોજિત પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર, સરકારશ્રીની યોજનાઓના લાભ અને સહાયતા અંગેની નાગરિકોની વ્યક્તિગત રજુઆતોના સ્થળ ઉપર જ ઉકેલ માટે સેવાસેતુ ૨.૦ કાર્યક્રમનું આયોજન હાલોલ સાર્વજનિક બગીચા ખાતે સોમવારના રોજ સવારના ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૫: કલાક સુધી હાલોલ વિધાનસભાના ધારાસભ્ય તથા ભાજપા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જયદ્રથસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.જ્યારે આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે હાલોલ શહેર ભાજપા પ્રમુખ હરીશભાઈ ભરવાડ, નગર પાલિકા પ્રમુખ નીશાબેન દેસાઈ, ઉપ પ્રમુખ ડો.સંજયભાઈ પટેલ,ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ, હાલોલ મામલતદાર સંદીપ રૈયાણી, મહામંત્રી બ્રિજેશ ત્રીવેદી,સહિત ભાજપા સંગઠનનાં હોદ્દેદારો તેમજ નગરપાલિકા સદસ્યો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!