
કિરીટ પટેલ બાયડ
બાયડ તાલુકાના ગાબટ ગામે સેવાસેતુ કેમ્પ યોજાયો
—
ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ પહોંચાડવા એ જ સેવા સેતુનો હેતુ
અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકાના ગાબટ ગામે દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ થયો હતો. સેવા સેતુ કાર્યક્રમ અન્વયે વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, મેડિકલ હેલ્થ ચેકઅપ, જાતિ આવકના દાખલાઓ, પુરવઠાને લગતી અરજીઓ તેમજ કૃષિ વિભાગ અને પંચાયત વિભાગને લગતી વિવિધ સેવાઓ તેમજ આધાર કાર્ડને લગતી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી.
સેવસેતુ કાર્યક્રમનો લાભ અમરાપુર, અલવા, આકોડીયા, ગાબટ ગોતાપુર, જુમાત્રાલ, તખતપુરા (અલવા), દલપતપુરા દહેગામડા, દોલાપુર, ધરમડી વાંટા, નેત્રોડીયા, નાભેલા, પ્રાંતવેલ ફતેપુર, બાદરપુરા, બીબીપુરા, રડોદરા, રણેચી રતનપુરા, રૂપનગર, લાલપુર (મોટા), વસાદરા, વાંટડા બાયડ, સેમાલીયા, સરસોલી, સીમલજ, હેમાત્રાલ, હમીરપુર સહિતના ગામલોકોએ લીધો હતો.
૦૦૦૦



