
વિજાપુર નગપાલિકા ખાતે નગરજનો માટે સેવાસેતુ નો કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગપાલિકા ખાતે નગરજનો માટે સેવાસેતુ નો કાર્યક્રમ ચીફ ઓફિસર ભરત ભાઈ વ્યાસ ના રાહબરી હેઠળ યોજાયો હતો. સેવાસેતુ શહેરના લોકો માટે ખુલ્લી મૂકવા મા આવી હતી જેમાં પૂર્વ ધારાસભ્ય એ.પી.એમ.સી ચેરમેન કાન્તિ ભાઈ પટેલ પણ જોડાયા હતા. આ સેવાસેતુ મા સેવાકીય કામો જેમાં આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ જન્મ મરણ ના દાખલા આવક અને જાતિ ના દાખલા પાલીકા ના સ્થળે કાઢી આવેલ અરજદારો ને આપવા મા આવ્યા હતા. આરોગ્ય વિભાગે આરોગ્ય લક્ષી સેવાઓ આપી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય કાન્તિભાઈ પટેલ અરજદારો વચ્ચે રહી સેવાઓમા જોડાયા હતા. તેમજ મામલતદાર અનિલ ભાઈ પટેલ અને વહીવટ દારે સ્થળ ઉપર દેખરેખ રાખી હતી. શહેરી જનોએ સેવાસેતુ નો ભરપુર લાભ લીધો હતો.




