અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા મેઘરજ રોડ પર પેલેટ હોટલ પાસે ગટરનું ઢાંકણું ગાયબ,ગટર જોખમી..! જવાબદાર કોણ…?
હાલ ચોમાસાની ઋતુ ચાલુ છે ક્યાંક વરસાદ પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવતી હોય છે અને કેટલેક અંશે પાણી ભરાઈ જવાથી મોટી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. શહેર વિસ્તારમાં પાણી ન ભરાઈ રહે અને ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઈનો નાખવામાં આવે છે અને આ ગટર લાઈનો ની સાફસફાઈ અને મેન્ટેનસ પણ કરવામાં આવે છે પરંતુ મોડાસા શહેરમાં આવેલ જૂની ગટરલાઈનો માત્ર કાગળ પર જ રીપેરીંગ કામ બોલતું હોય તેવું લાગી રહ્યું. મોડાસા મેઘરજ રોડ પર પેલેટ હોટલ નજીક ગટર લાઈન નું ઢાંકણું ખુલ્લું જોવા મળતા આ ખુલ્લી ગટર થી કોઈ મોટી જાનહાની ન સર્જાય તે પહેલા ખુલ્લી ગટર લાઈનનું ઢાંકણું ઢાંકવામાં આવે તે જરૂરી છે આ માર્ગ પર હજારો લોકોની અવરજવર થતી હોય છે. હાલ તો તંત્ર દ્વારા ઝડપથી ખુલ્લી ગટર લાઈનનું ઢાંકણું નાખવામાં આવે તે જરૂરી છે